રેલવે કર્મચારીઓને બખ્ખાં: DAમાં 2%નો વધારો, 4 મહિનાના એરિયર્સ સાથે મળશે આટલો પગાર, જાણો વિગત
By AbpMay 12, 2026

Photo: Abp
AI Key Highlights
- Railway DA Hike 2026:કેન્દ્ર સરકારના પગલે ચાલીને હવે રેલવે બોર્ડે પણ પોતાના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ખુશખબર આપી છે
Railway DA Hike 2026:કેન્દ્ર સરકારના પગલે ચાલીને હવે રેલવે બોર્ડે પણ પોતાના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ખુશખબર આપી છે. રેલવે વિભાગે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) માં 2% નો વધારો જાહેર કર્યો છે. એટલે કે, હવે તેમને 58% ને બદલે 60% DA નો લાભ મળશે. ખાસ વાત એ છે કે આ વધારો 1 જાન્યુઆરી 2026 થી જ લાગુ ગણાશે, જેના કારણે કર્મચારીઓને છેલ્લા ચાર મહિનાનો બાકી રહેલો પગાર (એરિયર્સ) પણ એકસાથે ચૂકવવામાં આવશે.
Was this story interesting?





