સંજય દત્તની ‘આખરી સવાલ’નું દમદાર ટીઝર રિલીઝ, શું દેશના રાજકારણમાં મચશે ખળભળાટ?
By Gujju MediaApril 3, 2026 at 3:36 AM0 views
Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- નેશનલ એવોર્ડ વિનર ડાયરેક્ટરની ફિલ્મ ‘આખરી સવાલ’નું ટીઝર રિલીઝ, સંજય દત્તનો પાવરફુલ લુક ભારતીય સિનેમામાં કેટલીક ફિલ્મો મનોરંજન માટે બને છે, તો કેટલીક ઈતિહાસના એવા પાનાઓને ખોલવા માટે બને છે જે દાયકાઓથી ધૂળ ખાઈ રહ્યા છે.
- બોલિવૂડના ‘બાબા’ એટલે કે સંજય દત્ત ફરી એકવાર મોટા પડદા પર ધમાકો કરવા તૈયાર છે.
- તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘આખરી સવાલ’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે, અને તેને જોઈને સ્પષ્ટ થાય છે કે આ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ એવા સવાલોનું ઘોડાપૂર છે જે એક સદીથી પણ વધુ સમયથી હિન્દુસ્તાનના યુવાનો અને સામાન્ય જનતાના મનમાં દબાયેલા હતા.
- હનુમાન જન્મોત્સવના શુભ અવસરે (2 એપ્રિલના રોજ સવારે 11:11 વાગ્યે) રિલીઝ થયેલા આ ટીઝરે સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ હલચલ મચાવી દીધી છે.
- ચાલો જાણીએ કે આ ફિલ્મને લઈને કેમ આટલી ચર્ચા થઈ રહી છે અને ‘સંજુ બાબા’ આ વખતે શું નવો ધડાકો કરવાના છે.
નેશનલ એવોર્ડ વિનર ડાયરેક્ટરની ફિલ્મ ‘આખરી સવાલ’નું ટીઝર રિલીઝ, સંજય દત્તનો પાવરફુલ લુક ભારતીય સિનેમામાં કેટલીક ફિલ્મો મનોરંજન માટે બને છે, તો કેટલીક ઈતિહાસના એવા પાનાઓને ખોલવા માટે બને છે જે દાયકાઓથી ધૂળ ખાઈ રહ્યા છે. બોલિવૂડના ‘બાબા’ એટલે કે સંજય દત્ત ફરી એકવાર મોટા પડદા પર ધમાકો કરવા તૈયાર છે. તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘આખરી સવાલ’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે, અને તેને જોઈને સ્પષ્ટ થાય છે કે આ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ એવા સવાલોનું ઘોડાપૂર છે જે એક સદીથી પણ વધુ સમયથી હિન્દુસ્તાનના યુવાનો અને સામાન્ય જનતાના મનમાં દબાયેલા હતા. હનુમાન જન્મોત્સવના શુભ અવસરે (2 એપ્રિલના રોજ સવારે 11:11 વાગ્યે) રિલીઝ થયેલા આ ટીઝરે સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ હલચલ મચાવી દીધી છે.
Was this story interesting?





