ફરી ગુંજશે ‘નાયક નહીં ખલનાયક હૂં મેં’! જાણો ક્યાં જોઈ શકાશે સંજય દત્તની ઓરિજિનલ ‘ખલનાયક
By Gujju MediaApril 28, 2026 at 11:32 PM6 views

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ‘ખલનાયક રિટર્ન્સ’ પહેલા જૂની યાદો તાજી કરો, આ OTT પ્લેટફોર્મ પર ફ્રીમાં ઉપલબ્ધ છે ‘ખલનાયક’ બોલિવૂડના ‘સંજુ બાબા’ એટલે કે સંજય દત્ત ફરી એકવાર પોતાના સૌથી યાદગાર અને ખતરનાક પાત્ર ‘બલ્લુ’ તરીકે પડદા પર પરત ફરવા માટે તૈયાર છે
- તાજેતરમાં જ સંજય દત્તે પોતાની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ખલનાયક’ ની સિક્વલ ‘ખલનાયક રિટર્ન્સ’ની સત્તાવાર જાહેરાત કરી છે
- આ સમાચાર સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ચાહકોનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો છે
- 24 એપ્રિલના રોજ એક ભવ્ય ઈવેન્ટ દરમિયાન સંજય દત્ત તેની પત્ની માન્યતા દત્ત સાથે પહોંચ્યો હતો, જ્યાં તેણે ફિલ્મનો ફર્સ્ટ લૂક અને ટીઝર શેર કર્યું હતું
- 1993ની ક્લાસિક ફિલ્મ ‘ખલનાયક’ એ સંજય દત્તની કારકિર્દીને નવી ઊંચાઈ આપી હતી અને હવે તેની સિક્વલની જાહેરાતે જૂની યાદો તાજી કરી દીધી છે
‘ખલનાયક રિટર્ન્સ’ પહેલા જૂની યાદો તાજી કરો, આ OTT પ્લેટફોર્મ પર ફ્રીમાં ઉપલબ્ધ છે ‘ખલનાયક’ બોલિવૂડના ‘સંજુ બાબા’ એટલે કે સંજય દત્ત ફરી એકવાર પોતાના સૌથી યાદગાર અને ખતરનાક પાત્ર ‘બલ્લુ’ તરીકે પડદા પર પરત ફરવા માટે તૈયાર છે. તાજેતરમાં જ સંજય દત્તે પોતાની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ખલનાયક’ ની સિક્વલ ‘ખલનાયક રિટર્ન્સ’ની સત્તાવાર જાહેરાત કરી છે. આ સમાચાર સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ચાહકોનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો છે. 24 એપ્રિલના રોજ એક ભવ્ય ઈવેન્ટ દરમિયાન સંજય દત્ત તેની પત્ની માન્યતા દત્ત સાથે પહોંચ્યો હતો, જ્યાં તેણે ફિલ્મનો ફર્સ્ટ લૂક અને ટીઝર શેર કર્યું હતું.
Was this story interesting?





