અમૃતા સિંઘ સાથેના લગ્ન કેમ છુપાવવા માગતા હતા સૈફ અલી ખાન? સીનિયર અભિનેતાની એ સલાહ પર હવે કર્યો ખુલાસો

By Gujju MediaMay 19, 2026
અમૃતા સિંઘ સાથેના લગ્ન કેમ છુપાવવા માગતા હતા સૈફ અલી ખાન? સીનિયર અભિનેતાની એ સલાહ પર હવે કર્યો ખુલાસો

Photo: Gujju Media

‘તારી લગ્નની વાત છુપાવી રાખજે…’ જ્યારે સૈફ અલી ખાનને મળી હતી જિંદગીની સૌથી ખરાબ સલાહ, એક્ટરે કર્યો મોટો ખુલાસો બોલિવૂડના ‘નવાબ’ એટલે કે સૈફ અલી ખાન પોતાની શાનદાર એક્ટિંગ સિવાય પોતાની બિન્દાસ પર્સનાલિટી અને અંગત જીવનને લઈને પણ હંમેશાં ચર્ચામાં રહે છે. સૈફ ક્યારેય પોતાની વાત છુપાવવામાં માનતો નથી અને જે પણ હોય તે મીડિયા સમક્ષ ખુલ્લા દિલથી શેર કરે છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન સૈફે પોતાના ભૂતકાળના પાના ઉથલાવ્યા હતા અને પોતાની પહેલી પત્ની અમૃતા સિંહ સાથે જોડાયેલો એક એવો કિસ્સો શેર કર્યો, જે સાંભળીને આજના ગ્લેમર વર્લ્ડની પાછળનું કડવું સત્ય સામે આવ્યું છે. સૈફે ખુલાસો કર્યો છે કે જ્યારે ૧૯૯૧માં તેમણે અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા, ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક ખૂબ જ જાણીતા અને સિનિયર અભિનેતાએ તેમને એક વિચિત્ર સલાહ આપી હતી.

More To Read