ગીતને લઈને નોરા ફતેહી નમી! માફી માંગીને લીધો મોટો નિર્ણય – અનાથ બાળકીઓને ભણાવશે
By Gujju MediaMay 7, 2026

Photo: Gujju Media
‘સરકે ચુનર’ વિવાદ: નોરા ફતેહીએ મહિલા આયોગ સમક્ષ માંગી માફી, 100 અનાથ બાળકીઓના શિક્ષણની જવાબદારી સ્વીકારી બોલિવૂડમાં ગીતો અને તેના ફિલ્માંકનને લઈને વિવાદો થવા એ નવી વાત નથી, પરંતુ જ્યારે વાત મહિલાઓના સન્માન અને સામાજિક જવાબદારીની આવે ત્યારે કલાકારોએ પણ ગંભીરતા દાખવવી પડે છે. આગામી ફિલ્મ ‘કેડી ધ ડેવિલ’ના ગીત ‘સરકે ચુનર’માં મહિલાઓને અભદ્ર રીતે દર્શાવવા બદલ ઉઠેલા વિવાદમાં હવે નોરા ફતેહીએ નમ્રતાપૂર્વક માફી માંગી છે. આ વિવાદને પગલે રાષ્ટ્રીય મહિલા આયોગે નોરા ફતેહીને સમન્સ પાઠવ્યું હતું. નિર્ધારિત સમય મુજબ, નોરા આજે સવારે ૧૧:૩૦ વાગ્યે આયોગ સામે પેશ થઈ હતી.
Was this story interesting?





