અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
By AbpMay 24, 2026 at 12:59 PM9 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં પ્રવર્તતી આકરી ગરમીમાંથી રાહત આપતી મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે.
- તેમની આગાહી મુજબ, રાજ્યમાં ટૂંક સમયમાં પ્રિ-મોનસૂન પ્રવૃત્તિઓ શરૂ થશે, જે 29 મેથી વિવિધ વિસ્તારોમાં વરસાદ લાવશે અને તાપમાનમાં ઘટાડો કરશે.
- 25 મેથી રોહિણી નક્ષત્રનો પ્રારંભ થતાં જ વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે.
- 29 મેથી 8 જૂન દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં સારો વરસાદી માહોલ રહેશે.
- ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં 1 ઇંચથી વધુ, જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 1 ઇંચ સુધીનો પ્રિ-મોનસૂન વરસાદ થવાની સંભાવના છે.
Ambalal Patel Weather Forecast:ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલી આકરી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક મોટા રાહતના સમાચાર આપ્યા છે. તેમની નવી આગાહી મુજબ, રાજ્યમાં બહુ જલ્દી પ્રિ-મોનસૂન એક્ટિવિટીની શરૂઆત થવા જઈ રહી છે. આગામી 29 મેથી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે, જેનાથી તાપમાનનો પારો નીચે જશે અને લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળશે. આ ઉપરાંત, કેરળમાં ચોમાસાની એન્ટ્રી અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની તારીખો અંગે પણ તેમણે મહત્વપૂર્ણ અંદાજ વ્યક્ત કર્યો છે.
Was this story interesting?





