કાલે બુથ પર જતા પહેલા આટલું ભૂલતા નહીં! 44 ડિગ્રી ગરમીમાં તમારી સુરક્ષા માટે શું છે વ્યવસ્થા?
By AbpApril 25, 2026 at 6:12 PM5 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- આવતીકાલે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થશે, ત્યારે 41 થી 44 ડિગ્રી કાળઝાળ ગરમીની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે.",
- મતદારો અને ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને ગરમીથી બચાવવા રાજ્યભરના મતદાન મથકો પર મંડપ, ઠંડુ પાણી, કુલર અને દવાઓ જેવી ખાસ સુવિધાઓ ઊભી કરાઈ છે.",
- અમદાવાદમાં લૂ ન લાગે તે માટે ORS પાઉચ, સામાન્ય બીમારીઓની દવાઓ અને ફર્સ્ટ એઈડ બોક્સ સાથે મેડિકલ કિટ તૈયાર રખાઈ છે, જ્યારે ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ સ્ટેન્ડબાય રહેશે.",
- વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં પણ તાપમાનનો પારો ઊંચો રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને
gujarat local body election 2026:ગુજરાતભરમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થવાનું છે. પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ કાલે રાજ્યમાં 41 થી 44 ડિગ્રી જેટલું કાળઝાળ તાપમાન રહેવાની પૂરી શક્યતા છે. આ આકરી ગરમીને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર એકદમ એલર્ટ મોડ પર આવી ગયું છે. મતદારો અને ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને ગરમીમાં કોઈ પણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે તે માટે રાજ્યભરના મતદાન મથકો પર મંડપ, ઠંડુ પાણી, કુલર, દવાઓ અને મેડિકલ કિટ સહિતની ખાસ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
Was this story interesting?





