કાળઝાળ ગરમીથી મળશે મોટી રાહત: દેશમાં આ વર્ષે સમય પહેલા બેસશે ચોમાસું, જાણો ક્યારે થશે મેઘમહેર
By AbpApril 25, 2026 at 3:57 PM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- હવામાન વિભાગે દેશમાં આ વર્ષે ચોમાસું વહેલું બેસવાની આગાહી કરી છે, જે કાળઝાળ ગરમીથી પીડાતા લોકોને મોટી રાહત આપશે.",
- આંદામાન અને નિકોબાર ટાપુઓ પર 18 થી 25 મે વચ્ચે ચોમાસાનું આગમન થઈ શકે છે, જે સામાન્ય સમય કરતાં વહેલું છે.",
- 25 મે થી 1 જૂન દરમિયાન ચોમાસું ભારતીય ભૂભાગ તરફ આગળ વધશે અને કેરળ તથા તમિલનાડ
IMD Monsoon Forecast 2026:દેશભરમાં એપ્રિલ મહિનાથી જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને તાપમાનનો પારો 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે, ત્યારે ગરમીથી શેકાઈ રહેલા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પોતાના નિર્ધારિત સમય કરતા વહેલું આવી શકે છે. આ આગાહી સાચી પડી તો મે મહિનાના અંત સુધીમાં જ દક્ષિણ ભારતના ઘણા વિસ્તારોમાં સારા વરસાદની શરૂઆત થઈ જશે અને લોકોને આકરી ગરમીમાંથી મુક્તિ મળશે. હવામાન વિભાગના વેધર મોડલ્સ પરથી વહેલા ચોમાસાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.
Was this story interesting?





