ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભડકો: 2 ધર્મના લોકો સામસામે આવતા આગચંપી, શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
By AbpApril 18, 2026 at 4:08 PM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- અમદાવાદના ધંધુકામાં એક યુવાનની હત્યા થતાં બે ધર્મના લોકો સામસામે આવી ગયા અને શહેરમાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ.",
- રોષે ભરાયેલા ટોળાઓએ ધંધુકા સર્કલ અને આસપાસના વિસ્તારોમાં દુકાનો અને વાહનોને આગ ચાંપીને ભારે તોડફોડ મચાવી.",
- જિલ્લા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ DySP સહિતનો મોટો કાફલો તૈનાત કર્યો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી.",
- અમદાવાદ એસપી અને પૂર્વ ધારાસભ્યએ સ્પષ્ટ કર્યું કે આ હત્યા અંગત કારણોસર થઈ છે, સાંપ્રદાયિક નહીં, અને આરોપી પકડાઈ ગયો છે.",
Dhandhuka murder news:અમદાવાદ જિલ્લાના ધંધુકામાં 1 યુવાનની હત્યા બાદ 2 અલગ-અલગ ધર્મના લોકો સામસામે આવી જતાં શહેરમાં ભારે તંગદિલી સર્જાઈ છે. હત્યાના વિરોધમાં રોષે ભરાયેલા ટોળાઓએ રસ્તા પર ઉતરી આવીને ધંધુકામાં અનેક જગ્યાએ દુકાનો અને વાહનોને આગ ચાંપી દેતા ભારેલા અગ્નિ જેવો માહોલ નિર્માણ પામ્યો હતો. જોકે, બબાલ વકરે તે પહેલાં જ જિલ્લા પોલીસે સતર્કતા દાખવીને મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દીધો છે. અમદાવાદ એસપી અને પૂર્વ ધારાસભ્યએ સ્પષ્ટ કર્યું છે કે હત્યાનો આરોપી પકડાઈ ગયો છે, આ બનાવ પાછળ અંગત કારણો જવાબદાર છે અને હાલમાં સ્થિતિ સંપૂર્ણપણે પોલીસના કાબૂમાં છે.
Was this story interesting?





