ગુજરાતની 34 જિલ્લા પંચાયતોના પરિણામો જાહેર, જાણો ક્યાં કોને કેટલી સીટ મળી અને કોને થયું વધુ નુકસાન?

By AbpApril 28, 2026 at 3:16 PM1 views
ગુજરાતની 34 જિલ્લા પંચાયતોના પરિણામો જાહેર, જાણો ક્યાં કોને કેટલી સીટ મળી અને કોને થયું વધુ નુકસાન?

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ભાજપે ગુજરાતની 34 માંથી 33 જિલ્લા પંચાયતોમાં પ્રચંડ બહુમતી મેળવીને કેસરિયો લહેરાવ્યો.
  • નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ 22 માંથી 15 બેઠકો જીતીને સીધી સત્તા કબ્જે કરી, જે આ ચૂંટણીનો સૌથી મોટો ઉલટફેર છે.
  • કોંગ્રેસની હાલત રાજ્યભરમાં અત્યંત કફોડી બની, અને અનેક જગ્યાએ તેનો સફાયો થઈ ગયો.
  • આમ આદમી પાર્ટીએ જૂનાગઢ, છોટા ઉદેપુર, દાહોદ અને ભરૂચ જેવા જિલ્લાઓમાં પણ નોંધપાત્ર બેઠકો જીતીને પોતાનો પગપેસારો કર્યો.
  • ભાજપે પોરબંદર અને બોટાદમાં તમામ બેઠકો જીતીને ક્લીન સ્વીપ કર્યું, જ્યારે સુરતમાં 36 માંથી 35 બેઠકો મેળવી.

Gujarat District Panchayat Results 2026:ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોનું ચિત્ર હવે એકદમ સ્પષ્ટ થઈ ગયું છે. ખાસ કરીને જિલ્લા પંચાયતોની વાત કરીએ તો, કુલ 1090 બેઠકો પર યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપે સપાટો બોલાવતા 34 માંથી 33 જિલ્લા પંચાયતોમાં બહુમતી મેળવીને કેસરિયો લહેરાવી દીધો છે. પરંતુ આ ચૂંટણીનો સૌથી મોટો ઉલટફેર નર્મદામાં જોવા મળ્યો છે, જ્યાં 1 જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી (AAP) ના ફાળે ગઈ છે અને કોંગ્રેસની હાલત તો આખા રાજ્યમાં ખૂબ જ કફોડી બની ગઈ છે.

More To Read