ગુજરાતમાં આ જિલ્લાઓમાં આજે વરસાદને ધબધબાટી બોલાવી, કેરી અને ઉનાળુ પાકને નુકસાન! ખેડૂતો ચિંતામાં

By AbpMay 5, 2026 at 12:29 PM7 views
ગુજરાતમાં આ જિલ્લાઓમાં આજે વરસાદને ધબધબાટી બોલાવી, કેરી અને ઉનાળુ પાકને નુકસાન! ખેડૂતો ચિંતામાં

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ગુજરાતમાં અચાનક પલટાયેલા હવામાનથી અમરેલી, કચ્છ અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં ગાજવીજ, તેજ પવન અને કરા સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો.",
  • આ કમોસમી વરસાદે ખેડૂતોના તૈયાર કેરી અને અન્ય ઉનાળુ પાકને ભારે નુકસાન પહોંચાડવાની ભીતિ ઊભી કરી છે, જેનાથી તેમની ચિંતા વધી છે.",
  • હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે આગામી 8 મે સુધી હળવો વરસાદ ચાલુ રહેશે અને 15 મે થી જૂનની શરૂઆત સુધીમાં અરબી સમુદ્રમાં મોટું વાવાઝોડું સર્જાઈ શકે છે.",
  • અંબાલાલ પટેલે આગાહી કરી કે 23 મે આસપાસ પ્રિમોનસૂન એક્ટિવિટી શરૂ થશે અને 25 મે આસપાસ દક્ષિણ ભારતમાં વિધિવત રીતે ચોમાસું બેસી જશે.",

Unseasonal rain Gujarat May 2026:ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમીની વચ્ચે હવામાનમાં અચાનક પલટો આવતા ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. રાજ્યના અમરેલી, કચ્છ અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં અચાનક ગાજવીજ, તેજ પવન અને કરા સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. આ આકાશી આફતના કારણે ખેડૂતોના તૈયાર થઈ રહેલા કેરીના અને અન્ય ઉનાળુ પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી 8 મે સુધી રાજ્યમાં હળવા વરસાદની અને આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું આવવાની મોટી આગાહી કરી દીધી છે.

More To Read