ગુજરાતમાં 26 એપ્રિલે ચૂંટણી: મતદાર કાર્ડ ન હોય તો આ 14 પુરાવા બતાવીને કરી શકશો મતદાન
By AbpApril 25, 2026 at 7:36 PM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- આવતીકાલે ગુજરાતમાં 15 મહાનગરપાલિકા સહિત કુલ 393 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે મતદાન થશે.
- સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદારો પોતાનો કિંમતી મત આપી શકશે.
- જો તમારી પાસે મતદાર ઓળખપત્ર ન હોય તો પણ ચિંતા કરશો નહીં, તમે મતદાન કરી શકો છો.
- ચૂંટણી પંચે મતદાર કાર્ડ સિવાયના 14 વૈકલ્પિક ઓળખ પુરાવા માન્ય રાખ્યા છે, જેમાંથી કોઈપણ એક બતાવીને તમે વોટ આપી શકશો.
Gujarat local body elections 2026:ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગની જાહેરાત મુજબ આવતીકાલે એટલે કે 26 એપ્રિલ, 2026 ના રોજ રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ સાથે જ 11 નગરપાલિકાઓની ખાલી પડેલી 13 બેઠકો માટે પણ પેટા ચૂંટણી થશે. આ તમામ બેઠકો માટે સવારે 7:00 વાગ્યાથી શરૂ કરીને સાંજે 6:00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે.
Was this story interesting?





