ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ખેડૂતોને 'સનેડો' ખરીદવા માટે હવે મળશે 75,000 સુધીની સહાય

By AbpMay 19, 2026 at 2:18 PM5 views
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ખેડૂતોને 'સનેડો' ખરીદવા માટે હવે મળશે 75,000 સુધીની સહાય

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ગુજરાત સરકારે ખેડૂતો માટે 'સનેડો' (રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલ બાર) ખરીદવા પર મળતી સહાયમાં ધરખમ વધારો કર્યો છે.",
  • સામાન્ય ખેડૂતોને હવે ₹60,000 અને નાના, સીમાંત તેમજ મહિલા ખેડૂતોને ₹75,000 સુધીની સબસિડી મળશે, જે અગાઉ માત્ર ₹25,000 હતી.",
  • આ નિર્ણયથી ખેડૂતો તેમના કૃષિ ઉત્પાદનો બજાર સુધી ઝડપથી અને ઓછા ખર્ચે પહોંચાડી શકશે, જે તેમની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરશે.",
  • ખેડૂતો સાત વર્ષમાં એક જ વાર આ યોજનાનો લાભ લઈ શકશે અને ખરીદેલું વાહન બે વર્ષ સુધી વેચી શકશે નહીં.",

Gujarat Kisan Parivahan Yojana 2026:ગુજરાતના ખેડૂતોને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવા અને તેમની સમૃદ્ધિ માટે રાજ્ય સરકારે એક ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ, સરકારે કિસાન પરિવહન યોજનામાં ખેતીકામ માટે અત્યંત ઉપયોગી એવા 'સનેડો' (રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલ બાર) ની ખરીદી પર મળતી સબસિડીમાં મોટો વધારો કર્યો છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે, ખેડૂતોની રજૂઆતોને હકારાત્મક પ્રતિસાદ આપીને અગાઉ મળતી માત્ર 25,000 રૂપિયાની સહાયને વધારીને હવે સામાન્ય ખેડૂતો માટે 60,000 રૂપિયા અને નાના, સીમાંત તેમજ મહિલા ખેડૂતો માટે 75,000 રૂપિયા કરી દેવામાં આવી છે. આ નિર્ણયથી ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનો બજાર સુધી ઝડપથી અને ઓછા ખર્ચે પહોંચાડવામાં મોટી મદદ મળશે.

More To Read