ભર ઉનાળે ગુજરાતમાં વરસાદની જોરદાર બેટિંગ, આ જિલ્લાઓમાં માવઠું પડતાં ખેડૂતો ચિંતામાં
By AbpMay 6, 2026 at 12:48 PM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ભર ઉનાળે કમોસમી વરસાદ તૂટી પડ્યો.",
- ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા, કારણ કે ઉનાળુ મકાઈ, બાજરી અને કેસર કેરી જેવા તૈયાર પાકને ભારે નુકસાન થયું છે.",
- ગીર સોમનાથમાં કેસર કેરીના પાક પર આફત આવી, જ્યાં ભારે પવન સાથે વરસાદથી બગીચાઓમાં કેરીઓ ખરી પડી.",
- હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ગુજરાતના 6 જિલ્લાઓમાં વધુ ક
Gujarat Unseasonal Rain:રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીની વચ્ચે આજે અચાનક જ મોસમનો મિજાજ બદલાઈ ગયો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠાની સાથે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં પણ કમોસમી વરસાદ એટલે કે માવઠું પડ્યું છે. આ માવઠાને કારણે એક તરફ લોકોને ગરમી અને બફારામાંથી થોડી રાહત મળી છે, તો બીજી તરફ ખેતરોમાં તૈયાર થયેલો પાક પલળી જતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળવાની બીકે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.
Was this story interesting?





