Gujarat Local Body Election 2026: ભરૂચમાં વોર્ડ નંબર- 2ના મતદાન કેન્દ્ર પર વીજ પુરવઠો ખોરવાયો, મીણબત્તીના સહારે મતદાન
By AbpApril 26, 2026 at 8:33 AM8 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ભરૂચના વોર્ડ નંબર 2ના મતદાન કેન્દ્ર પર અચાનક વીજ પુરવઠો ખોરવાતા મતદારોએ મીણબત્તીના અજવાળે પણ ઉત્સાહભેર પોતાનો મત આપ્યો.
- લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા બોટાદમાં એક દુલ્હન અને અરવલ્લીના મેઘરજમાં વર-કન્યાએ લગ્ન પહેલા મતદાન કર્યું.
- આણંદના કરમસદમાં EVM 7 મિનિટ માટે ખોટકાઈ ગયું હતું, પરંતુ તાત્કાલિક અન્ય EVM મંગાવીને મતદાન પ્રક્રિયા ફરી શરૂ કરાઈ.
- વિવિધ પડકારો અને ટેકનિકલ ખામીઓ છતાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું.
Gujarat Election 2026 Voting Updates: ભરૂચ શહેરમાંસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીદરમિયાન અનોખી સ્થિતિ સર્જાઈ હતી. મળતી જાણકારી અનુસાર, ભરૂચમાં વોર્ડ નંબર 2ના મતદાન કેન્દ્ર પર અચાનક વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ઈકરા સ્કૂલ ખાતે આવેલા આ મતદાન મથકે વીજળી ગુલ થતાં તાત્કાલિક મીણબત્તીનો સહારો લેવામાં આવ્યો હતો. મીણબત્તીના સહારે પણ મતદાન પ્રક્રિયા કરવામાં આવી રહી હતી.
Was this story interesting?





