Gujarat Monsoon 2026: રાજ્યમાં ચોમાસું સારૂ રહેવાની 11 તજજ્ઞોની આગાહી, 40થી 50 ઈંચ વરસાદ વરસશે
By AbpMay 1, 2026 at 1:17 PM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- મોટા સમાચાર: ગુજરાતમાં 2026નું ચોમાસું ખૂબ સારું રહેશે અને 40 થી 50 ઇંચ વરસાદ વરસશે તેવી 11 વર્ષા વિજ્ઞાન તજજ્ઞોએ આગાહી કરી છે.
- ખેડૂતોને રાહત: આગાહીકારોએ ખેડૂતોને 15 જૂને પ્રથમ, 21-24 જૂને બીજી અને 3 જુલાઈએ ત્રીજી વાવણી કરવાની સલાહ આપી છે.
- આશ્ચર્યજનક ખુલાસો: આગામી ચોમાસામાં કોઈ કુદરતી હોનારત કે વાવાઝોડાનો ભય નથી અને ચોમાસું 15 ઓક્ટોબર આસપાસ વિદાય લેશે.
- લાંબુ ચાલશે: 2026માં ચોમાસું વહેલું શરૂ થઈને લાંબુ ચાલવાની શક્યતા છે, જે ખેતી માટે ફાયદાકારક રહેશે.
રાજકોટ:રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં જળક્રાંતિ ટ્રસ્ટના માધ્યમથી યોજાયેલી બેઠકમાં સૌરાષ્ટ્રના આગાહીકારોએ ચોમાસાને લઈને આગાહી કરી છે. સૌરાષ્ટ્રના આગાહીકારોએ ચોમાસામાં સારા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યુ. 11 જેટલા વર્ષા વિજ્ઞાન તજજ્ઞોની આ બેઠકમાં આગામી ચોમાસા અને ખેડૂતોની વાવણી અંગે ચર્ચા કરવામાં આવી.
Was this story interesting?





