Gujarat Weather : અમદાવાદ રાજ્યનું હોટેસ્ટ સિટી, 43.7 ડિગ્રી નોંધાયું તાપમાન, આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન?
By AbpMay 21, 2026 at 5:41 AM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Gujarat Weather:ગુજરાતમાં હાલ ગરમી પડી રહી છે, જો કે હવે હિટવેવની સ્થિતિ નથી
- તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીનું આંશિક પ્રમાણ ઘટ્યું છે પરંતુ હજુ પણ અકળાવી દેતી ગરમીની સ્થિતિ યથાવત છે
- દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બપોર બાદ ક્યાંક ક્યાંક વાદળો જોવા મળે છે
- હવામાન વિભાગે દક્ષિણ અને સૌરાષ્ટ્ર ઝોનમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટિની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે
- દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છુટછવાયો હળવો વરસાદ થઇ શકે છે
Gujarat Weather:ગુજરાતમાં હાલ ગરમી પડી રહી છે, જો કે હવે હિટવેવની સ્થિતિ નથી. તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીનું આંશિક પ્રમાણ ઘટ્યું છે પરંતુ હજુ પણ અકળાવી દેતી ગરમીની સ્થિતિ યથાવત છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બપોર બાદ ક્યાંક ક્યાંક વાદળો જોવા મળે છે. હવામાન વિભાગે દક્ષિણ અને સૌરાષ્ટ્ર ઝોનમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટિની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
Was this story interesting?





