ગુજરાતના હવામાનમાં અચાનક પલટો! આગામી 3 કલાકમાં 15 જિલ્લાઓમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી

By AbpMay 5, 2026 at 10:58 AM6 views
ગુજરાતના હવામાનમાં અચાનક પલટો! આગામી 3 કલાકમાં 15 જિલ્લાઓમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Gujarat weather update:ગુજરાતમાં હવામાન વિભાગે ફરી એકવાર વરસાદી માહોલની આગાહી કરી છે
  • આજે (5 મે, 2026) સાંજે 4 વાગ્યાની આસપાસ ભારતીય હવામાન વિભાગ (IMD), અમદાવાદ દ્વારા એક 'નાઉકાસ્ટ' એટલે કે તાત્કાલિક આગાહી બહાર પાડવામાં આવી છે
  • આ આગાહી પ્રમાણે આગામી 3 કલાક સુધી એટલે કે સાંજે 4 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે હળવો વરસાદ પડવાની પૂરી સંભાવના છે
  • હવામાન વિભાગના (IMD) જણાવ્યા અનુસાર, આ 3 કલાકના સમયગાળા દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે
  • આ સાથે જ હળવો વરસાદ (5 મીમી/કલાકથી ઓછો) અને સામાન્ય ગાજવીજ થવાની શક્યતા છે

Gujarat weather update:ગુજરાતમાં હવામાન વિભાગે ફરી એકવાર વરસાદી માહોલની આગાહી કરી છે. આજે (5 મે, 2026) સાંજે 4 વાગ્યાની આસપાસ ભારતીય હવામાન વિભાગ (IMD), અમદાવાદ દ્વારા એક 'નાઉકાસ્ટ' એટલે કે તાત્કાલિક આગાહી બહાર પાડવામાં આવી છે. આ આગાહી પ્રમાણે આગામી 3 કલાક સુધી એટલે કે સાંજે 4 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે હળવો વરસાદ પડવાની પૂરી સંભાવના છે. હવામાન વિભાગના (IMD) જણાવ્યા અનુસાર, આ 3 કલાકના સમયગાળા દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

More To Read