શું AAP દરેકને 100 રૂપિયા આપી રહી છે? હર્ષ સંઘવીના નર્મદામાં ચોંકાવનારા આક્ષેપ, વાંચો
By AbpApril 20, 2026 at 6:29 PM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી પર હવાલા મારફતે દિલ્હીથી 20 કરોડ રૂપિયા લાવીને લોકોને 100-100 રૂપિયા વહેંચવાનો ગંભીર આરોપ લગાવ્યો.
- સંઘવીએ નર્મદા જિલ્લામાં લોકોને 'આપિયા-પાપિયા' અને કોંગ્રેસવાળાઓને ગામમાં ઘૂસવા ન દેવાની ખાસ અપીલ કરી.
- ગીર સોમનાથમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને વિધાનસભામાં ચૂપ રહેવા અને વિકાસના કામોમાં નિષ્ક્રિય હોવા બદલ આકરા પ્રહારો કર્યા.
- ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ભાજપના આક્ષેપોનો જવાબ આપતા સરકારને વિધાનસભાનું જીવંત પ્રસારણ કરવાનો પડકાર ફેંક્યો, જેથી કોણ બોલે છે અને કોણ ચૂપ રહે છે તે સ્પષ્ટ થાય.
Harsh Sanghavi AAP allegations:ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ હવે બરાબરનો ગરમાયો છે. એક તરફ ડેડિયાપાડામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી (AAP) પર હવાલાથી કરોડો રૂપિયા લાવવાના ગંભીર આક્ષેપો કરીને પ્રચંડ પ્રચાર કર્યો છે. તો બીજી તરફ, ગીર સોમનાથમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું છે. બંને પક્ષોના નેતાઓ જાહેરસભાઓમાં એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
Was this story interesting?





