IMD 2026 રિપોર્ટ: દેશમાં વરસાદની ખેંચ વર્તાઈ શકે છે, જાણો કયા વિસ્તારોમાં સૌથી ઓછો વરસાદ પડશે

By AbpMay 13, 2026 at 2:00 PM3 views
IMD 2026 રિપોર્ટ: દેશમાં વરસાદની ખેંચ વર્તાઈ શકે છે, જાણો કયા વિસ્તારોમાં સૌથી ઓછો વરસાદ પડશે

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • આંચકાજનક આગાહી: ભારતીય હવામાન વિભાગ (IMD) ના 2026 ના રિપોર્ટ મુજબ, આ વર્ષે દેશભરમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાઈ શકે છે.",
  • વહેલું આગમન, ઓછો વરસાદ: ચોમાસું અંદમાનમાં 16 મે અને ગુજરાતમાં 15 જૂન આસપાસ વહેલું પહોંચશે, તેમ છતાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન કુલ વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની સંભાવના છે.",
  • અલ નીનોની અસર: પેસિફિક મહાસાગરમાં સક્રિય 'અલ નીનો' ની સ્થિતિ ભારતના ચોમાસા પર નકારાત્મક અસર કરશે, જેના કારણે વરસાદની ખેંચ વર્તાશે.",
  • ખેતી માટે ચિંતા: ઉત્તર અને મધ્ય ભારતના કૃષિ આધારિત રાજ્યોમાં વરસાદની ભારે ખેંચ જોવા મળી શકે છે, જે ખેડૂતો અને પાણીના જથ્થા માટે મોટી ચિંતાનો વિષય છે.",

Gujarat monsoon 2026 forecast:કાળઝાળ ગરમીથી રાહતની રાહ જોઈ રહેલા લોકો માટે હવામાન વિભાગે ચોમાસાને લઈને એક મોટી આગાહી કરી છે. એક તરફ સારા સમાચાર એ છે કે આ વર્ષે ચોમાસું નિર્ધારિત સમય કરતા થોડું વહેલું એટલે કે 16 મેના રોજ અંદમાનમાં પહોંચી જશે અને ગુજરાતમાં 15 જૂન આસપાસ તેની એન્ટ્રી થઈ જશે. પરંતુ ખેડૂતો માટે ટેન્શન વધારવા વાળા સમાચાર એ છે કે, ભારતીય હવામાન વિભાગ (IMD) ના 2026 ના નવા રિપોર્ટ મુજબ આ વર્ષે અલ નીનોની અસરને કારણે દેશભરમાં વરસાદ સામાન્ય કરતા ઓછો નોંધાય તેવી પૂરેપૂરી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, દરિયામાં સાનુકૂળ પરિબળો અને ભેજવાળા પવનો સર્જાતા આ વર્ષે ચોમાસું 18 મેના બદલે 2 દિવસ વહેલું એટલે કે 16 મેના રોજ અંદમાન ટાપુઓ પર બેસી જશે.

More To Read