કાલથી વાતાવરણ પલટાશે, આગામી 72 કલાકમાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે, હવામાન વિભાગની માવઠાની આગાહી

By AbpApril 18, 2026 at 3:59 PM3 views
કાલથી વાતાવરણ પલટાશે, આગામી 72 કલાકમાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે, હવામાન વિભાગની માવઠાની આગાહી

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આગામી 72 કલાક માટે કમોસમી વરસાદની આગાહી કરી છે.
  • આવતીકાલથી સળંગ ત્રણ દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠું પડવાની શક્યતા છે.
  • 19 થી 21 એપ્રિલ દરમિયાન અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ, ભરૂચ અને સુરત સહિતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.
  • એક તરફ ભયંકર ગરમી અને બીજી તરફ વરસાદની આગાહીને કારણે લોકો અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
  • માવઠાની આગાહી છતાં રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે, સુરેન્દ્રનગરમાં 41.2 ડિગ્રી સાથે સૌથી વધુ તાપમાન નોંધાયું છે.

Gujarat Weather Forecast April:ગુજરાતમાં હાલ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે અને ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. પરંતુ આ કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે લોકોને ડબલ ઋતુનો માર સહન કરવા તૈયાર રહેવાની ચેતવણી આપી છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે કાલથી સળંગ 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠું (કમોસમી વરસાદ) પડવાની આગાહી કરવામાં આવી છે. એક તરફ ભયંકર ગરમી અને બીજી તરફ વરસાદની આગાહીના કારણે લોકો અને ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

More To Read

કાલથી વાતાવરણ પલટાશે, આગામી 72 કલાકમાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે, હવામાન વિભાગની માવઠાની આગાહી | Teri Meri Bat | TeriMeriBat News