Local Body Election 2026: દિવ્યાંગજનો પણ પહોચ્યા બૂથ, મતદાન કરી નિભાવી ફરજ
By AbpApril 26, 2026 at 3:09 PM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Local Body Election 2026:આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનમાં દિવ્યાંગજનોએ પણ મત આપીને નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવી છે
- અમદાવાદના ઇલાબા ઝાલા નામના 70 વર્ષિય વૃદ્ધા પેરાલિસિસ હોવા છતા પણ મતદાન મથકે પહોંચ્યા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો
- રાજકોટના ધોરાજીના ઝાંઝમેર ખાતે એક દિવ્યાંગ યુવકે વ્હીલચેર પર મતદાન મથકે પહોંચીને એક નાગરિક તરીકેની પોતાની ફરજ અદા કરી હતી
- ગાંધીનગરના કલોલના પોલિયોગ્રસ્ત દંપત્તીએ પુત્રી સાથે મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો
- દિનેશભાઈ અને મોનાબેનનું કહેવું છે કે, મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે શારીરિક ક્ષમતા નહીં, પણ મજબૂત ઈચ્છાશક્તિની જરુર હોય છે
Local Body Election 2026:આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનમાં દિવ્યાંગજનોએ પણ મત આપીને નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવી છે. અમદાવાદના ઇલાબા ઝાલા નામના 70 વર્ષિય વૃદ્ધા પેરાલિસિસ હોવા છતા પણ મતદાન મથકે પહોંચ્યા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાજકોટના ધોરાજીના ઝાંઝમેર ખાતે એક દિવ્યાંગ યુવકે વ્હીલચેર પર મતદાન મથકે પહોંચીને એક નાગરિક તરીકેની પોતાની ફરજ અદા કરી હતી. ગાંધીનગરના કલોલના પોલિયોગ્રસ્ત દંપત્તીએ પુત્રી સાથે મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
Was this story interesting?





