મોરબી ભાજપમાં 'ગઢ આલા પણ સિંહ ગેલા' જેવો ઘાટ! બહુમતી મળવા છતાં કોંગ્રેસના ઉમેદવાર બનશે જિલ્લા પંચાયત પ્રમુખ

By AbpMay 2, 2026 at 10:45 AM3 views
મોરબી ભાજપમાં 'ગઢ આલા પણ સિંહ ગેલા' જેવો ઘાટ! બહુમતી મળવા છતાં કોંગ્રેસના ઉમેદવાર બનશે જિલ્લા પંચાયત પ્રમુખ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • આશ્ચર્યજનક રીતે, મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપે ભવ્ય બહુમતી મેળવી હોવા છતાં, કોંગ્રેસના ઉમેદવાર પ્રમુખ બનશે.",
  • ભાજપને મોટો ફટકો લાગ્યો કારણ કે પ્રમુખપદ માટે અનામત નેકનામ બેઠક પર તેમના આદિવાસી મહિલા ઉમેદવાર હારી ગયા.",
  • કોંગ્રેસને જેકપોટ લાગ્યો કારણ કે તેમણે એકમાત્ર આદિવાસી મહિલા ઉમેદવાર જીતાડી, જે હવે જિલ્લા પંચાયતનું પ્રમુખપદ સંભાળશે.",
  • સ્થાનિક ભાજપ કાર્યકરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને તેઓ હારેલા ઉમેદવાર માટે લોબિંગ કરનારા નેતાઓ સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા

Morbi District Panchayat Result:મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) માટે 'ગઢ આલા પણ સિંહ ગેલા' (ગઢ જીત્યા પણ સિંહ ગુમાવ્યો) જેવી કફોડી સ્થિતિ ઊભી થઈ છે. ભાજપે જિલ્લા પંચાયતમાં ઐતિહાસિક બહુમતી તો મેળવી લીધી છે, પરંતુ જે બેઠક પરથી પક્ષના ઉમેદવાર પ્રમુખ બનવાના હતા, ત્યાં જ તેમની હાર થઈ છે. મોરબી જિલ્લા પંચાયતનું પ્રમુખપદ આ વખતે આદિવાસી મહિલા માટે અનામત છે, પરંતુ આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થતાં, બહુમતી ભાજપ પાસે હોવા છતાં પ્રમુખપદ કોંગ્રેસના ફાળે જશે તે નક્કી થઈ ગયું છે. આખી બાજી પલટાઈ જતાં સ્થાનિક ભાજપના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને જવાબદાર નેતાઓ સામે પગલાં લેવાની માંગ ઉઠી છે.

More To Read

મોરબી ભાજપમાં 'ગઢ આલા પણ સિંહ ગેલા' જેવો ઘાટ! બહુમતી મળવા છતાં કોંગ્રેસના ઉમેદવાર બનશે જિલ્લા પંચાયત પ્રમુખ | Teri Meri Bat | TeriMeriBat News