મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
By AbpMay 23, 2026 at 1:15 PM2 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- મોરબી જિલ્લા પંચાયતમાં રાજકીય સમીકરણોએ સૌને ચોંકાવી દીધા છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીએ કુલ ૨૪ બેઠકોમાંથી ૧૭ બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી હોવા છતાં, પ્રમુખ પદ કોંગ્રેસના ફાળે ગયું છે.
- આ અણધારી ઘટના પાછળનું મુખ્ય કારણ પ્રમુખ પદ આદિજાતિ મહિલા માટે અનામત રાખવામાં આવ્યું હતું, અને આ અનામત બેઠક પર ભાજપનો ઉમેદવાર જીતી શક્યો ન હતો.
- પરિણામે, નેકનામ બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના ગીતાબેન દુબરીયા બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા છે, જ્યારે ઉપપ્રમુખ પદ ભાજપના વિપુલભાઈ ગરચરને મળ્યું છે.
- આ ચૂંટણી આગામી અઢી વર્ષની ટર્મ માટે યોજાઈ હતી, જેમાં ભાજપના ૧૭ અને કોંગ્રેસના ૭ સભ્યો હતા.
- પ્રમુખ પદ માટે માત્ર એક જ ફોર્મ ભરાયું હોવાથી ગીતાબેનની પસંદગી સરળ બની હતી.
Morbi District Panchayat election:રાજકારણમાં ક્યારેક એવા ખેલ જોવા મળે છે કે સ્પષ્ટ બહુમતી હોવા છતાં પાર્ટી સત્તાના સર્વોચ્ચ શિખરે બેસી શકતી નથી. આવું જ કંઈક મોરબી જિલ્લા પંચાયતમાં જોવા મળ્યું છે. અહી કુલ 24 માંથી 17 બેઠકો જીતીને ભાજપે પોતાનો દબદબો તો જાળવી રાખ્યો, પરંતુ પ્રમુખ પદ આદિજાતિ મહિલા માટે અનામત હોવાથી અને ત્યાં ભાજપના ઉમેદવારની હાર થતાં, આ મહત્ત્વની ખુરશી કોંગ્રેસના ફાળે જતી રહી છે. પરિણામે નેકનામ બેઠક પરથી કોંગ્રેસના ગીતાબેન દુબરીયા બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા છે, જ્યારે ઉપપ્રમુખ પદ ખાનપર બેઠકના ભાજપના સભ્ય વિપુલભાઈ ગરચરને મળ્યું છે.
Was this story interesting?





