PMની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર, સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ
By AbpMay 13, 2026 at 4:53 AM9 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- દેશમા ઈંધણની બચત કરવા માટે વડાપ્રધાન મોદીએ કરેલી વિશેષ અપીલને પગલે ગુજરાત યુનિવર્સિટીએ પણ પેટ્રોલ- ડિઝલના ઉપયોગમાં ઘટાડા અંગેનો નિર્ણય કર્યો છે
- યુનિવર્સિટીના તમામ વિભાગો અને ભવનોના અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે હવે કાર પુલિંગની વ્યવસ્થા અમલમાં મૂકવાની સૂચના આપવામાં આવી છે
- આ નવી વ્યવસ્થાથી વાહનોની સંખ્યામાં ઘટાડો કરી પર્યાવરણ જાળવણીમાં તેમજ ઈંધણની બચતમાં ફાળો આપવાનો મુખ્ય ઉદ્દેશ છે
- યુનિવર્સિટીના પરિપત્ર મુજબ કેમ્પસમાં કાર્યરત તમામ સ્ટાફને ઈંધણ બચાવવા માટે પ્રોત્સાહિત કરાયા છે
- પરિપત્રમાં સ્પષ્ટપણે સૂચના અપાઈ છે કે જે કર્મચારીઓ અથવા અધિકારીઓ આસપાસના વિસ્તારોમાં રહે છે તેમણે શક્ય હોય ત્યાં સુધી પોતાના અન્ય સાથી કર્મચારીઓને સાથે લઈ આવવા માટે કાર પુલિંગની વ્યવસ્થા ગોઠવવી જોઈએ
દેશમા ઈંધણની બચત કરવા માટે વડાપ્રધાન મોદીએ કરેલી વિશેષ અપીલને પગલે ગુજરાત યુનિવર્સિટીએ પણ પેટ્રોલ- ડિઝલના ઉપયોગમાં ઘટાડા અંગેનો નિર્ણય કર્યો છે. યુનિવર્સિટીના તમામ વિભાગો અને ભવનોના અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે હવે કાર પુલિંગની વ્યવસ્થા અમલમાં મૂકવાની સૂચના આપવામાં આવી છે. આ નવી વ્યવસ્થાથી વાહનોની સંખ્યામાં ઘટાડો કરી પર્યાવરણ જાળવણીમાં તેમજ ઈંધણની બચતમાં ફાળો આપવાનો મુખ્ય ઉદ્દેશ છે. યુનિવર્સિટીના પરિપત્ર મુજબ કેમ્પસમાં કાર્યરત તમામ સ્ટાફને ઈંધણ બચાવવા માટે પ્રોત્સાહિત કરાયા છે.
Was this story interesting?





