28 એપ્રિલ સુધી આભમાંથી વરસશે અગનગોળા! પછી અચાનક શું થશે? અંબાલાલ પટેલની મોટી આગાહી

By AbpApril 25, 2026 at 6:23 PM3 views
28 એપ્રિલ સુધી આભમાંથી વરસશે અગનગોળા! પછી અચાનક શું થશે? અંબાલાલ પટેલની મોટી આગાહી

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • આગામી 28 એપ્રિલ સુધી ગુજરાતમાં અગનવર્ષા ચાલુ રહેશે, જેમાં તાપમાન 44 ડિગ્રીને આંબી શકે છે.
  • હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, 29 એપ્રિલથી વાતાવરણમાં મોટો પલટો આવશે અને પ્રિ-મોનસૂન વરસાદની શક્યતા છે.
  • રાજ્યના 11 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર કરી ગયું છે, જેમાં અમરેલી 43.3 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર બન્યું છે.
  • ચૂંટણીના મતદાનના દિવસે અમદાવાદમાં 44 ડિગ્રી ગરમીની સંભાવના સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, તેથી મતદારોએ સાવચેત રહેવું.
  • મે મહિનાની શરૂઆતમાં દેશના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદની અસર ગુજરાતના સરહદી વિસ્તારોમાં પણ જોવા મળશે, જે ગરમીમાંથી રાહત આપશે.

Ambalal Patel weather forecast 2026:એપ્રિલ મહિનો પૂરો થવા આવ્યો છે ત્યારે આકાશમાંથી જાણે અગનવર્ષા થઈ રહી હોય તેમ આખું ગુજરાત અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયું છે. એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, તો બીજી તરફ આવતીકાલે લોકશાહીના પર્વ સમાન મતદાનનો દિવસ છે. હવામાન વિભાગ અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હજુ આવનારા દિવસોમાં ગરમીનું આ ટોર્ચર વધુ આકરું બનવાનું છે. તેથી, મતદાતાઓએ અને સામાન્ય જનતાએ આકરા તાપમાં શેકાવા માટે માનસિક રીતે તૈયાર રહેવું પડશે.

More To Read