ભારતમાલા રોડ પર નીલગાય આડી આવતાં સ્કોર્પિયો પલટી, ધાનેરાના ૩ આશાસ્પદ યુવાનોના કરુણ મોત
By AbpMay 17, 2026 at 10:29 AM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- રાજસ્થાનના ભારતમાલા રોડ પર નીલગાય આડી આવતાં સ્કોર્પિયો કાર પલટી જતાં બનાસકાંઠાના ધાનેરાના ત્રણ યુવાનોના કરુણ મોત થયા.
- રણુજાના દર્શન કરીને પરત ફરી રહેલા યાત્રાળુઓની કાર બાલોતરા નજીક અચાનક નીલગાય સામે આવતા ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો.
- અજમલભાઈ ચૌધરી (35), હિતેશભાઈ ચૌધરી (32), અને યોગેશભાઈ ચૌધરી (18) નામના ત્રણ આશાસ્પદ યુવાનોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો.
- અકસ્માતમાં અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને પ્રાથમિક સારવાર બાદ જોધપુરની હોસ્પિટલમાં રીફર કરાયા છે.
- આ કરુણ ઘટનાના સમાચાર મળતા જ ધાનેરાના થાવર ગામ અને મૃતકોના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
Rajasthan road accident:બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના લોકો માટે રાજસ્થાનનો પ્રવાસ ગોઝારો સાબિત થયો છે. રણુજા (રામદેવરા) ખાતે દર્શન કરીને પાછા ફરી રહેલા યાત્રાળુઓની કાર રાજસ્થાનના ભારતમાલા રોડ પર અચાનક નીલગાય સામે આવી જતાં પલટી ખાઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં થાવર ગામના 3 આશાસ્પદ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
Was this story interesting?





