દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
By AbpMay 2, 2026 at 2:27 PM5 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Vibrant Gujarat Regional Conference:સુરત ખાતે યોજાયેલી 2 દિવસીય 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ' દક્ષિણ ગુજરાતના આર્થિક વિકાસ માટે એક મોટો માઈલસ્ટોન સાબિત થઈ છે
- આ ઐતિહાસિક સમિટમાં કુલ 2,792 જેટલા મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) સાઇન કરવામાં આવ્યા છે, જેના થકી દક્ષિણ ગુજરાતમાં ₹3,53,306 કરોડના જંગી રોકાણની ખાતરી મળી છે
- રાજ્ય સરકારના મંત્રી હર્ષ સંઘવીએ આ કાર્યક્રમના સમાપન સમારોહમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી 3 વર્ષમાં આ પ્રોજેક્ટ્સ જમીન પર ઉતરતાની સાથે જ આ વિસ્તારના 2
- 82 લાખ યુવાનોને સીધી રોજગારી મળશે
- ગાંધીનગરથી હવે છેવાડાના વિસ્તારો સુધી પહોંચ્યું 'વાઇબ્રન્ટ ગુજરાત' મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, સરકારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટને માત્ર પાટનગર ગાંધીનગર પૂરતું સીમિત ન રાખતા તેને અલગ-અલગ ઝોન સુધી લઈ જવાનો સારો નિર્ણય લીધો છે
Vibrant Gujarat Regional Conference:સુરત ખાતે યોજાયેલી 2 દિવસીય 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ' દક્ષિણ ગુજરાતના આર્થિક વિકાસ માટે એક મોટો માઈલસ્ટોન સાબિત થઈ છે. આ ઐતિહાસિક સમિટમાં કુલ 2,792 જેટલા મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) સાઇન કરવામાં આવ્યા છે, જેના થકી દક્ષિણ ગુજરાતમાં ₹3,53,306 કરોડના જંગી રોકાણની ખાતરી મળી છે. રાજ્ય સરકારના મંત્રી હર્ષ સંઘવીએ આ કાર્યક્રમના સમાપન સમારોહમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી 3 વર્ષમાં આ પ્રોજેક્ટ્સ જમીન પર ઉતરતાની સાથે જ આ વિસ્તારના 2. 82 લાખ યુવાનોને સીધી રોજગારી મળશે.
Was this story interesting?





