સરકારી ખર્ચમાં કાપ, ઈંધણ બચત માટે રાજ્ય સરકારનો આદેશ, નેતા- અધિકારીના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ
By AbpMay 20, 2026 at 4:56 AM1 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ભૂપેન્દ્ર પટેલ સરકારે ઈંધણ બચત અને સરકારી ખર્ચ નિયંત્રણ માટે 11 નવા નિયમો જાહેર કર્યા છે.",
- સરકારી અધિકારીઓ અને નેતાઓના બિનજરૂરી વિદેશ પ્રવાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.",
- હવેથી સરકારી કામકાજ માટે વીડિયો કોન્ફરન્સિંગ અને ઓનલાઈન માધ્યમોને પ્રાધાન્ય અપાશે, પ્રવાસ ટાળવા સૂચના અપાઈ છે.",
- જે અધિકારીઓ પાસે સરકારી વાહનો છે, તેઓએ ફરજિયાતપણે ઇલેક્ટ્રિક અથવા હાઇબ્રિડ મોડેલનો જ ઉપયોગ કરવાનો રહેશે.",
રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે ઈંધણ બચત અને સરકારી ખર્ચમાં નિયંત્રણ લાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગત સપ્તાહની કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ સામાન્ય વહીવટ વિભાગે સત્તાવાર પરિપત્ર કરી 11 નવા નિયમો જાહેર કર્યા હતા. પરિપત્રમાં તમામ વિભાગો, કચેરીઓ અને સરકારી અધિકારીઓને ખર્ચ ઘટાડવા અને ટેકનોલોજી આધારિત કાર્યપદ્ધતિ અપનાવવા સૂચનાઓ અપાઈ છે. વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલ અને ફોરેન એક્સચેન્જના ઉપયોગ અંગે પગલાં લેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
Was this story interesting?





