Gujarat News: ચૂંટણી પહેલા સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીનું વિવાદિત નિવેદન, બોલ્યા- 'હા હુ ભાજપનો...'
By AbpApril 23, 2026 at 2:23 PM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ગુજરાતમાં આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે.
- વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામીએ એક સંત સનાતન ગોષ્ઠીમાં વિવાદિત નિવેદન આપતા ખળભળાટ મચી ગયો છે.
- નૌતમ સ્વામીએ ખુલ્લેઆમ કહ્યું કે, "હા હું ભાજપનો એજન્ટ છું" અને દરેકને પોતાને યોગી આદિત્યનાથ માનવા અપીલ કરી.
- તેમણે ભાજપને ટેકો આપવાનું કારણ રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ ગણાવ્યું અને ધર્મ સત્તા ધર્મને ટેકો કરનારને જ ટેકો આપે છે તેમ જણાવ્યું.
- સ્વામીએ ભારપૂર્વક જણાવ્યું કે, સારું શાસન આવવામાં મોડું થયું છે, તેથી હવે આ શાસન ગુમાવવું ન જોઈએ.
Gujarat News:ગુજરાતમાં આગમી 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવવા જઈ રહી છે, રાજકીય પક્ષો એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓ મેદાનમાં ઉતરીને જોરદાર પ્રચાર કરી રહ્યાં છે, ત્યારે આ બધાની વચ્ચે સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીનું એક વિવાદિત નિવેદન સામે આવ્યુ છે. આ નિવેદન સામે આવતા જ રાજકીય માહોલ ફરી ગરમાયો છે. આજે ક્વાન્ટમાં સંત સનાતન ગોષ્ઠીમાં વડતાલ સંપ્રદાયના નૌતમ સ્વામીએ વિવાદિત નિવેદન આપતા ખળભળાટ મચી ગયો છે.
Was this story interesting?





