Vav-Tharad: ગેનીબેન ઠાકોરના અપમાનથી કોંગ્રેસ આક્રમક, રેલી યોજી જગદીશ વિશ્વકર્માના પૂતળા દહનનો કર્યો પ્રયાસ
By AbpMay 5, 2026 at 9:18 AM5 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Vav-Tharad:બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેનને લઈને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કરેલી વિવાદિત ટિપ્પણીથી હવે રાજકીય માહોલ વધુ ગરમાયો છે
- વિરોધ પક્ષ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે
- આ ઘટનાને લઇને આજે વાવ-થરાદમાં કોંગ્રેસે વિરોધ રેલી યોજી હતી, આ રેલી દરમિયાન કોંગ્રેસે જગદીશ વિશ્વકર્માનું પૂતળા દહન કરવાનો કાર્યકર્મ યોજ્યો હતો
- જોકે, પોલીસે પોતળૂ છીનવી લીધુ હતુ
- વાવ-થરાદમાં થોડાક દિવસ પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ગેનીબેન પર કરેલા નિવેદનને લઇને કોંગ્રેસ આક્રમક દેખાઇ હતી
Vav-Tharad:બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેનને લઈને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કરેલી વિવાદિત ટિપ્પણીથી હવે રાજકીય માહોલ વધુ ગરમાયો છે. વિરોધ પક્ષ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાને લઇને આજે વાવ-થરાદમાં કોંગ્રેસે વિરોધ રેલી યોજી હતી, આ રેલી દરમિયાન કોંગ્રેસે જગદીશ વિશ્વકર્માનું પૂતળા દહન કરવાનો કાર્યકર્મ યોજ્યો હતો. જોકે, પોલીસે પોતળૂ છીનવી લીધુ હતુ.
Was this story interesting?





