ગુજરાતમાં ‘વર્ક ફ્રોમ હોમ' પર વિચારણા, પીએમની અપીલ બાદ સરકાર એક્શનમાં; મંત્રી કુંવરજી બાવળિયાનું સૂચક નિવેદન

By Abp
ગુજરાતમાં ‘વર્ક ફ્રોમ હોમ' પર વિચારણા, પીએમની અપીલ બાદ સરકાર એક્શનમાં; મંત્રી કુંવરજી બાવળિયાનું સૂચક નિવેદન

Photo: Abp

AI Key Highlights
  • Gujarat work from home news:ગુજરાત સરકાર હવે પેટ્રોલ-ડીઝલ અને સરકારી ખર્ચ બચાવવા માટે પૂરેપૂરા એક્શન મોડમાં આવી ગઈ છે

Gujarat work from home news:ગુજરાત સરકાર હવે પેટ્રોલ-ડીઝલ અને સરકારી ખર્ચ બચાવવા માટે પૂરેપૂરા એક્શન મોડમાં આવી ગઈ છે. એક તરફ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમો હવે ઓનલાઈન (વર્ચ્યુઅલ) યોજવાની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ નોકરિયાત વર્ગ માટે પણ એક મોટા સમાચાર છે. રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ સંકેત આપ્યો છે કે, મોટા શહેરોમાં ટ્રાફિક અને ઈંધણનો વપરાશ ઘટાડવા માટે પ્રાઇવેટ કંપનીઓમાં ફરીથી 'વર્ક ફ્રોમ હોમ' (Work From Home) કલ્ચર લાવવા પર ગંભીરતાથી વિચારણા થઈ રહી છે. અત્યારે રાજ્ય સરકાર ખર્ચ અને ઈંધણ ઘટાડવાના આ મોટા પ્લાનિંગ પર ઉચ્ચ સ્તરે કામ કરી રહી છે.

More To Read