પીએમ મોદીની અપીલની મોટી અસર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો
By AbpMay 12, 2026

Photo: Abp
AI Key Highlights
- PM Modi appeal 2026:દેશની આર્થિક સ્થિતિ અને ઊર્જા બચતને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશવાસીઓને સાત અપીલ કરી હતી, જેમાં એક વર્ષ સુધી વિદેશ પ્રવાસ ટાળવાની વાત પણ સામેલ હતી
PM Modi appeal 2026:દેશની આર્થિક સ્થિતિ અને ઊર્જા બચતને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશવાસીઓને સાત અપીલ કરી હતી, જેમાં એક વર્ષ સુધી વિદેશ પ્રવાસ ટાળવાની વાત પણ સામેલ હતી. વડાપ્રધાનની આ અપીલની સીધી અને મોટી અસર ગુજરાતમાં જોવા મળી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડાપ્રધાનની વાતને શિરોમાન્ય ગણીને પોતાનો આગામી અમેરિકાનો પ્રવાસ તાત્કાલિક અસરથી રદ કરી દીધો છે. આ સાથે જ તેમણે રાજ્યના નાગરિકોને પણ પીએમ મોદીની આ ઝુંબેશમાં પૂરો સહયોગ આપવા વિનંતી કરી છે.
Was this story interesting?





