ભારતમાલા રોડ પર નીલગાય આડી આવતાં સ્કોર્પિયો પલટી, ધાનેરાના ૩ આશાસ્પદ યુવાનોના કરુણ મોત

By AbpMay 17, 2026
ભારતમાલા રોડ પર નીલગાય આડી આવતાં સ્કોર્પિયો પલટી, ધાનેરાના ૩ આશાસ્પદ યુવાનોના કરુણ મોત

Photo: Abp

AI Key Highlights
  • રાજસ્થાનના ભારતમાલા રોડ પર નીલગાય આડી આવતાં સ્કોર્પિયો કાર પલટી જતાં બનાસકાંઠાના ધાનેરાના ત્રણ યુવાનોના કરુણ મોત થયા.

Rajasthan road accident:બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના લોકો માટે રાજસ્થાનનો પ્રવાસ ગોઝારો સાબિત થયો છે. રણુજા (રામદેવરા) ખાતે દર્શન કરીને પાછા ફરી રહેલા યાત્રાળુઓની કાર રાજસ્થાનના ભારતમાલા રોડ પર અચાનક નીલગાય સામે આવી જતાં પલટી ખાઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં થાવર ગામના 3 આશાસ્પદ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

More To Read