બ્યુટી ક્લિનિક્સ પર સકંજો: સ્કીન વ્હાઇટનિંગ ઇન્જેક્શનના નામે ચાલતો કાળો કારોબાર બંધ કરાવવા સરકારનો આદેશ
By Gujju MediaMay 22, 2026 at 9:01 AM3 views

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- કેન્દ્ર સરકારે બ્યુટી ક્લિનિક્સમાં સ્કીન ગ્લો અને ગોરા થવાના નામે અપાતા ઇન્જેક્શન આધારિત બ્યુટી ટ્રીટમેન્ટ્સ પર કડક પ્રતિબંધ મૂક્યો છે.
- ભારતના સર્વોચ્ચ ડ્રગ રેગ્યુલેટર સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ કોસ્મેટિક પ્રોડક્ટને ઇન્જેક્શન તરીકે આપવી અથવા તેના દ્વારા ત્વચા સુધારવાના ભ્રામક દાવા કરવા એ કાયદાનું ઉલ્લંઘન છે.
- ડ્રગ્સ કંટ્રોલર જનરલ (DCGI) ડૉ.
- રાજીવ સિંહ રઘુવંશી દ્વારા દેશના તમામ રાજ્યોના લાયસન્સિંગ ઓથોરિટી અને બ્યુટી એસોસિએશનોને નોટિસ જારી કરવામાં આવી છે.
- આ નોટિસમાં ચેતવણી અપાઈ છે કે જો કોઈ બ્યુટી પાર્લર કે ક્લિનિક કોસ્મેટિક ઉત્પાદનોને ઇન્જેક્શન દ્વારા શરીરમાં દાખલ કરશે કે પ્રચાર કરશે, તો ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ હેઠળ બિનજામીનપાત્ર ગુનો નોંધીને લાયસન્સ રદ કરાશે.ઘણી કંપનીઓ ગ્લુટાથિઓન કે અન્ય કેમિકલ યુક્ત સીરમ અને કોસ્મેટિક્સને ઇન્જેક્શન તરીકે વેચીને કાયમી ગોરાશ કે ચામડીના રોગો મટાડવાનો દાવો કરે છે, જે ગેરમાર્ગે દોરનારા છે.
ગ્લોઇંગ સ્કીનના નામે ઇન્જેક્શનનો ખતરનાક ખેલ: કેન્દ્ર સરકારની બ્યુટી ક્લિનિકો પર લાલ આંખ, ભ્રામક દાવા કરનારાઓ સામે કડક કાર્યવાહી આજના આધુનિક યુગમાં સુંદર દેખાવાની ઘેલછા એટલી હદે વધી ગઈ છે કે લોકો પોતાના શરીર સાથે ગમે તેવા પ્રયોગો કરવા તૈયાર થઈ જાય છે. ખાસ કરીને યુવાનો અને મહિલાઓમાં ઇન્સ્ટન્ટ ગ્લો (ત્વરિત ચમક) અને એન્ટી-એજિંગ (યુવાન દેખાવું) માટે બ્યુટી ક્લિનિકોમાં જવાનો ક્રેઝ ખૂબ વધ્યો છે. પરંતુ, આ ચમક પાછળ છુપાયેલા જોખમો પર હવે કેન્દ્ર સરકારે ત્રાટકવાનું શરૂ કર્યું છે. બ્યુટી ક્લિનિકોમાં સ્કીન ગ્લો અને ગોરા થવાના નામે આપવામાં આવતા વિવિધ ઇન્જેક્શન આધારિત બ્યુટી ટ્રીટમેન્ટ્સ પર કેન્દ્ર સરકારે કડક પ્રતિબંધાત્મક પગલાં લીધા છે.
Was this story interesting?





