ફિફા વર્લ્ડકપ : 1.4 અબજની વસ્તી ધરાવતું ભારત શા માટે ફૂટબૉલ વર્લ્ડકપમાં ક્વૉલિફાય સુધ્ધાં નથી થઈ શકતું?

By BBC GujaratiJune 20, 2026 at 12:00 AM0 views
ફિફા વર્લ્ડકપ : 1.4 અબજની વસ્તી ધરાવતું ભારત શા માટે ફૂટબૉલ વર્લ્ડકપમાં ક્વૉલિફાય સુધ્ધાં નથી થઈ શકતું?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ફિફા વર્લ્ડકપના પ્રારંભ સાથે, ભારતની 1.4 અબજની વસ્તી હોવા છતાં ફૂટબૉલ વર્લ્ડકપમાં ક્વૉલિફાય ન થવાનો જૂનો અફસોસ ફરી સપાટી પર આવ્યો છે.
  • પશ્ચિમ બંગાળ, કેરળ અને ગોવા જેવા રાજ્યોમાં વિશ્વકપની ઉજવણી અને ભારતીય પત્રકારોની વધતી સંખ્યા આ વિરોધાભાસ દર્શાવે છે.
  • ભૂતપૂર્વ કૅપ્ટન બાઇચૂંગ ભુટિયા માને છે કે પ્રતિભાનો અભાવ નથી, પરંતુ યોગ્ય વ્યવસ્થા અને લાંબા ગાળાના ગ્રાસરૂટ કાર્યક્રમોની જરૂર છે.
  • 48 ટીમોના નવા ફોર્મેટમાં એશિયન ટીમોનો ક્વોટા વધ્યો હોવા છતાં, ભારત એશિયન ઝોન ક્વૉલિફાયરના પ્રારંભિક રાઉન્ડથી આગળ વધી શક્યું નથી.
  • 1970ની એશિયન ગેમ્સના બ્રૉન્ઝ મેડલ વિજેતા શ્યામ થાપા પણ પાયાના સ્તરે કાર્યક્રમો વિકસાવવા પર ભાર મૂકે છે અને અફસોસ વ્યક્ત કરે છે કે માતા-પિતા બાળકોને ક્રિકેટ તરફ વાળી રહ્યા છે, જે આઇપીએલની કમાણીથી આકર્ષાય છે.

ગયા અઠવાડિયે "પૃથ્વી પરના સૌથી મોટા ખેલ મહોત્સવ"નો પ્રારંભ થયો, તે સાથે ભારતના ફૂટબૉલ પ્રશંસકોનો એ અફસોસ ફરી સપાટી પર આવી ગયો, જેની સાથે જીવવાની તેમને ટેવ પડી ગઈ છે. વર્ષોથી બ્લૂ ટાઇગર્સ (ભારતની પુરુષોની રાષ્ટ્રીય ફૂટબૉલ ટીમનું નામ)ના પ્રદર્શન પર નજર રાખતા લોકો માટે આ પ્રશ્ન ઘણો જરીપુરાણો થઈ ગયો છે, કારણ કે, ભારત આજદિન સુધી એશિયન ઝોન ક્વૉલિફાયર મૅચના પ્રારંભિક રાઉન્ડથી આગળ વધી શક્યું નથી. જોકે, આ વિરોધાભાસ - જે રીતે પશ્ચિમ બંગાળ, કેરળ અને ગોવા જેવાં ફૂટબૉલ પાછળ ઘેલાં ભારતીય રાજ્યોમાં વિશ્વકપની ઉજવણી થાય છે, અથવા તો સ્પર્ધામાં ભારત ભાગ ન લઈ રહ્યું હોવા છતાં ઇવેન્ટનું કવરેજ કરવા માટે પહોંચેલા માન્યતાપ્રાપ્ત ભારતીય પત્રકારોની વધી રહેલી સંખ્યા પરથી છતો થાય છે. ચાર વર્લ્ડકપનું કવરેજ કરી ચૂકેલા એક વરિષ્ઠ ભારતીય ફૂટબૉલ લેખકે મજાક કરતાં કહ્યું હતું, "પ્રેસ બૉક્સની અંદર અમારે વારંવાર એ સવાલોનો સામનો કરવો પડે છે કે, ભારત ફૂટબૉલ રમે છે કે નહીં?

More To Read

ફિફા વર્લ્ડકપ : 1.4 અબજની વસ્તી ધરાવતું ભારત શા માટે ફૂટબૉલ વર્લ્ડકપમાં ક્વૉલિફાય સુધ્ધાં નથી થઈ શકતું? | Teri Meri Bat | TeriMeriBat News