FIFA વર્લ્ડકપની ફાઇનલ પહેલા મેસ્સી અને યમાલની આ તસવીરની કેમ સૌથી વધુ ચર્ચા થઈ રહી છે?

By BBC GujaratiJuly 16, 2026
FIFA વર્લ્ડકપની ફાઇનલ પહેલા મેસ્સી અને યમાલની આ તસવીરની કેમ સૌથી વધુ ચર્ચા થઈ રહી છે?

Photo: BBC Gujarati

AI Key Highlights
  • ફૂટબૉલમાં રમતની મશાલ એક પેઢીના ખેલાડીના હાથમાંથી બીજી પેઢીના ખેલાડીને સોંપવાની ચર્ચા અનેક વખત થાય છે, પણ એ બે પેઢીઓના ખેલાડીઓ મેદાન પર એકમેકના પ્રતિસ્પર્ધી બને તેવું ભાગ્યે જ બને છે.
  • 19 વર્ષીય સ્પેનિશ સ્ટાર લામિન યમાલ અને આર્જેન્ટિનાના મહાન ફૂટબૉલર લિયોનેલ મેસ્સી વિશે હાલ આવી જ ચર્ચા ચાલી રહી છે.
  • બાર્સેલોનામાં લગભગ બે દાયકા પહેલાં યોજાયેલા એક સખાવતી કાર્યક્રમમાં 20 વર્ષીય મેસીએ છ મહિનાના બાળકને હાથમાં તેડ્યું હોય તેવો ફોટોગ્રાફ ક્લિક કરવામાં આવ્યો હતો.
  • એ સમયે કોઈને ખ્યાલ પણ નહોતો કે તે બાળક ભવિષ્યમાં વિશ્વના સૌથી ચર્ચિત ફૂટબૉલર્સ પૈકીનો એક બનશે.
  • એ બાળક લામિન યમાલ આજે સ્પેનના એક અગ્રણી ખેલાડી તરીકે ઊભરી આવ્યો છે અને મેસ્સીના સંભવિત પ્રતિસ્પર્ધી તરીકે મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે.

ફૂટબૉલમાં રમતની મશાલ એક પેઢીના ખેલાડીના હાથમાંથી બીજી પેઢીના ખેલાડીને સોંપવાની ચર્ચા અનેક વખત થાય છે, પણ એ બે પેઢીઓના ખેલાડીઓ મેદાન પર એકમેકના પ્રતિસ્પર્ધી બને તેવું ભાગ્યે જ બને છે. 19 વર્ષીય સ્પેનિશ સ્ટાર લામિન યમાલ અને આર્જેન્ટિનાના મહાન ફૂટબૉલર લિયોનેલ મેસ્સી વિશે હાલ આવી જ ચર્ચા ચાલી રહી છે. બાર્સેલોનામાં લગભગ બે દાયકા પહેલાં યોજાયેલા એક સખાવતી કાર્યક્રમમાં 20 વર્ષીય મેસીએ છ મહિનાના બાળકને હાથમાં તેડ્યું હોય તેવો ફોટોગ્રાફ ક્લિક કરવામાં આવ્યો હતો. એ સમયે કોઈને ખ્યાલ પણ નહોતો કે તે બાળક ભવિષ્યમાં વિશ્વના સૌથી ચર્ચિત ફૂટબૉલર્સ પૈકીનો એક બનશે.

More To Read