GT vs RR : ગુજરાત ટાઇટન્સ છેલ્લી ઓવરમાં રાજસ્થાન રૉયલ્સ સામે કેવી રીતે હારી ગયું?
By BBC GujaratiApril 5, 2026 at 12:00 AM1 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઇપીએલની 19મી સિઝનની નવમી મૅચમાં રાજસ્થાન રૉયલ્સે ગુજરાત ટાઇટન્સની ટીમને એક રસાકસીભર્યા મુકાબલામાં છ રનથી હરાવી દીધી હતી
- ગુજરાત ટાઇટન્સના બૅટર્સના દમદાર પર્ફૉર્મન્સ અને છેલ્લી ઓવર સુધી લડત આપ્યા છતાં મૅચમાં જીત રાજસ્થાન રૉયલ્સના ખાતમાં જ ગઈ
- રાજસ્થાન રૉયલ્સની ટીમે ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો
- આ નિર્ણય તેમને ફળ્યો હોય એમ ટીમ સારી ઓપનિંગ પાર્ટનરશિપ અને મજબૂત મિડલ ઑર્ડર પર્ફૉર્મન્સના દમ પર છ વિકેટના નુકસાને 210 રનનો સારો એવો સ્કોર ખડકી દીધો હતો
- જેના જવાબમાં ગુજરાતની ટીમના બૅટર્સે પણ પોતાનો દમ બતાવતાં ટીમ 20 ઓવરમાં ટાર્ગેટથી માત્ર સાત રન દૂર રહી ગઈ હતી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઇપીએલની 19મી સિઝનની નવમી મૅચમાં રાજસ્થાન રૉયલ્સે ગુજરાત ટાઇટન્સની ટીમને એક રસાકસીભર્યા મુકાબલામાં છ રનથી હરાવી દીધી હતી. ગુજરાત ટાઇટન્સના બૅટર્સના દમદાર પર્ફૉર્મન્સ અને છેલ્લી ઓવર સુધી લડત આપ્યા છતાં મૅચમાં જીત રાજસ્થાન રૉયલ્સના ખાતમાં જ ગઈ. રાજસ્થાન રૉયલ્સની ટીમે ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય તેમને ફળ્યો હોય એમ ટીમ સારી ઓપનિંગ પાર્ટનરશિપ અને મજબૂત મિડલ ઑર્ડર પર્ફૉર્મન્સના દમ પર છ વિકેટના નુકસાને 210 રનનો સારો એવો સ્કોર ખડકી દીધો હતો.
Was this story interesting?





