મેદાનમાં દોડ્યા વિના, ચાલીને જ મેસ્સી મૅચમાં કેવી રીતે છવાઈ જાય છે? ઉંમરને વટાવી દેતી સફળતાની કહાણી
By BBC GujaratiJuly 18, 2026 at 12:00 AM1 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- લિયોનેલ મેસ્સી, 39 વર્ષની ઉંમરે છઠ્ઠો વર્લ્ડકપ રમી રહ્યા છે, જેમાં તેમણે પોતાની રમતની શૈલીને અદ્ભુત રીતે બદલી છે.
- 2022ના વર્લ્ડકપમાં આર્જેન્ટિનાને ચેમ્પિયન બનાવવામાં તેમની ભૂમિકા કેન્દ્રસ્થાને હતી, જ્યાં તેમણે 8 ગોલ અને 4 આસિસ્ટ નોંધાવ્યા હતા.
- મેદાન પર તેઓ ઓછું દોડે છે, તેમના કુલ અંતરનો 47% ભાગ ચાલીને કાપે છે, જે કોઈપણ આઉટફિલ્ડર માટે સૌથી વધુ છે.
- આ વ્યૂહરચના તેમને નિર્ણાયક ક્ષણો માટે ઊર્જા બચાવવામાં મદદ કરે છે.
- મેસ્સીએ 16 વર્ષની ઉંમરે બાર્સેલોનામાં પદાર્પણ કર્યું ત્યારથી તેમની રમત સતત વિકસિત થઈ છે.
1962 પછી સળંગ બીજી વખત વર્લ્ડકપનો ખિતાબ જીતનારી પ્રથમ ટીમ બનવાના તથા વર્લ્ડકપના ઇતિહાસમાં આવી સિદ્ધિ મેળવનારી ત્રીજી જ ટીમ બનવાના આર્જેન્ટિનાના પ્રયાસના કેન્દ્રમાં લિયોનેલ મેસ્સી હશે. 39 વર્ષના મેસ્સી તેમનો આ છઠ્ઠો વર્લ્ડકપ રમી રહ્યા છે અને તેમની સાથે જ પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તથા મેક્સિકોના ગુઇલેર્મો ઓચોઆ પણ છ વર્લ્ડ કપ રમ્યા છે. આ સિરીઝમાં ગોલ્ડન બૂટ મેળવવાની હરીફાઈમાં ફ્રાન્સના કિલિયન એમ્બાપ્પે સાથે મેસ્સી સૌથી આગળ છે. વિશ્વભરના ફૂટબૉલના ચાહકોને આ વિશ્વકપમાં મેસ્સી જુદા જ અવતારમાં જોવા મળ્યા છે, જે 2003માં જ્યારે તેમણે બાર્સેલોનામાં પદાર્પણ કર્યું, તેના કરતાં સાવ અલગ છે.
Was this story interesting?

.webp)



