ભારત-A વિ. શ્રીલંકા-A : ત્રણ બૉલમાં એવું શું થયું કે ભારત હારેલી મૅચ શ્રીલંકા સામે જીતી ગયું?

By BBC GujaratiJune 10, 2026 at 12:00 AM0 views
ભારત-A વિ. શ્રીલંકા-A : ત્રણ બૉલમાં એવું શું થયું કે ભારત હારેલી મૅચ શ્રીલંકા સામે જીતી ગયું?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ભારત A ટીમે શ્રીલંકા A અને અફઘાનિસ્તાન A ટીમો વચ્ચે શ્રીલંકામાં શરૂ થયેલી ત્રિકોણીય સિરીઝની પ્રથમ મેચમાં રોમાંચક વિજય મેળવ્યો હતો.
  • રાનગિરી દંબુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં તિલક વર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
  • શરૂઆતમાં 16 રનમાં બે વિકેટ ગુમાવ્યા બાદ, ઋતુરાજ ગાયકવાડની શાનદાર સદી (101 રન) અને કેપ્ટન તિલક વર્માની અડધી સદી (60 રન)ની મદદથી ભારતે 6 વિકેટે 277 રન બનાવ્યા હતા.
  • 278 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકા A ટીમે મજબૂત શરૂઆત કરી હતી, જેમાં અવિષ્કા ફર્નાન્ડો (45), નિરોશન ડિકવેલા (47), કેપ્ટન સહાન અરાછીગે (74) અને સદીરા સમરાવિક્રમા (46) જેવા બેટ્સમેનોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
  • 48 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર 7 વિકેટે 268 રન હતો, અને તેમને જીતવા માટે અંતિમ બે ઓવરમાં માત્ર 10 રનની જરૂર હતી.

મંગળવારથી શ્રીલંકા ખાતે શરૂ થયેલી ભારત, શ્રીલંકા અને અફઘાનિસ્તાનની A ટીમો વચ્ચે શરૂ થયેલી ત્રિકોણીય સિરીઝની શરૂઆત ભારત A ટીમની એક રોમાંચક જીત સાથે થઈ હતી. ભારત Aની ટીમે શ્રીલંકા Aની ટીમને શ્રીલંકાના રાનગિરી દંબુલા ઇન્ટરનૅશનલ સ્ટેડિયમ ખાતે આઠ રનથી હરાવી દીધી હતી. તિલક વર્માની આગેવાનીમાં ભારત Aની ટીમે ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતાં ટીમે ઋતુરાજ ગાયકવાડની સદી અને તિલક વર્માની અર્ધ સદીની મદદથી છ વિકેટના નુકસાન પર 277 રન બનાવ્યા હતા.

More To Read

ભારત-A વિ. શ્રીલંકા-A : ત્રણ બૉલમાં એવું શું થયું કે ભારત હારેલી મૅચ શ્રીલંકા સામે જીતી ગયું? | Teri Meri Bat | TeriMeriBat News