એશિયા કપ જીત્યા બાદ ભારતીય કૅપ્ટને પાકિસ્તાનના મોહસિન નકવી પાસેથી ટ્રૉફી લેવાનો કેમ ઇનકાર કર્યો?
By BBC GujaratiSeptember 14, 2026 at 12:00 AM3 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- દુબઈમાં રવિવારે મહિલા ટી-20 એશિયા કપની ફાઇનલમાં જીત મેળવ્યા પછી ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ અને પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીના હાથે ટ્રૉફી લેવાનો ઇનકાર કરી દીધો હતો.
- મોહસિન નકવી એશિયન ક્રિકેટ કાઉન્સિલ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ તરીકે ત્યાં હાજર હતા.
- આ મૅચમાં શ્રીલંકાને 72 રને હરાવ્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં કૅપ્ટન હરમનપ્રીતકોરે પોતાનાં સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરી.
- પરંતુ આઠમી વખત એશિયા કપ જીતનાર ટીમનું નેતૃત્વ કરનારાં હરમનપ્રીત પ્રેઝન્ટેશન સમારોહ દરમિયાન ટ્રૉફી લેવા આવ્યાં ન હતાં.
- ભારતે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટે 183 રન બનાવ્યા હતા, જ્યારે જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 111 રન પર ઑલઆઉટ થઈ ગઈ હતી.
દુબઈમાં રવિવારે મહિલા ટી-20 એશિયા કપની ફાઇનલમાં જીત મેળવ્યા પછી ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ અને પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીના હાથે ટ્રૉફી લેવાનો ઇનકાર કરી દીધો હતો. મોહસિન નકવી એશિયન ક્રિકેટ કાઉન્સિલ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ તરીકે ત્યાં હાજર હતા. આ મૅચમાં શ્રીલંકાને 72 રને હરાવ્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં કૅપ્ટન હરમનપ્રીતકોરે પોતાનાં સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરી. પરંતુ આઠમી વખત એશિયા કપ જીતનાર ટીમનું નેતૃત્વ કરનારાં હરમનપ્રીત પ્રેઝન્ટેશન સમારોહ દરમિયાન ટ્રૉફી લેવા આવ્યાં ન હતાં.
Was this story interesting?

.webp)



