ભારતીય ક્રિકેટમાં 25 જૂન કોઈ ભૂલતું નથી અને 24 જૂનની એ મૅચ કેમ કોઈ યાદ નથી કરતું?
By BBC GujaratiJune 25, 2023 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં 25 જૂન, 1983નો દિવસ કપિલ દેવની ટીમે જીતેલા પ્રથમ વર્લ્ડ કપ માટે ગર્વથી યાદ કરાય છે, પરંતુ 24 જૂન, 1974ના રોજ લોર્ડ્ઝ ખાતે ઇંગ્લૅન્ડ સામેની એક શરમજનક ટેસ્ટ મેચ ભાગ્યે જ કોઈ યાદ કરે છે.
- અજિત વાડેકરની આગેવાની હેઠળની ભારતીય ટીમ 1974ના ઇંગ્લૅન્ડ પ્રવાસ દરમિયાન મેદાન પર અને બહાર બંને જગ્યાએ મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી.
- 1971માં ઇંગ્લૅન્ડમાં ઐતિહાસિક શ્રેણી જીત્યા પછી, આ પ્રવાસમાં ટીમને અંગ્રેજી મીડિયા અને વિરોધી ખેલાડીઓ તરફથી માનસિક દબાણનો સામનો કરવો પડ્યો.
- એક નવા ખેલાડી સુધીર નાઈક પર ચોરીનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો, જ્યારે સુનીલ ગાવસ્કરને પ્રથમ ટેસ્ટમાં ક્રિસ ઓલ્ડે ધક્કો માર્યો.
- સત્તાવાર ડિનરમાં પણ ભારતીય ખેલાડીઓને અપમાનિત કરવામાં આવ્યા.
ક્રિકેટમાં ઘણી બાબતો એવી હોય છે જે હંમેશાં યાદ રહી જતી હોય છે. પછી જરૂરી નથી કે તે સારી બાબત જ હોય કે સફળતા અપાવનારી જ હોય. 1983માં કપિલ દેવની ટીમે વન-ડે ક્રિકેટમાં ભારતને પહેલી વાર વર્લ્ડ કપ અપાવ્યો તેની વેસ્ટ ઇન્ડિઝ સામેની ફાઇનલ મૅચની પ્રત્યેક ક્ષણ આજે ચાર દાયકા બાદ પણ વાગોળનારા મળી રહેશે. એવી જ રીતે 1986માં જાવેદ મિયાંદાદે ભારત સામેની શારજાહ ખાતેની ફાઇનલ મૅચમાં ચેતન શર્માના છેલ્લા બૉલે સિક્સર ફટકારી હતી તે સૌને આજે પણ યાદ હશે.
Was this story interesting?





