સારા તેંડુલકરે પાપારાઝી એકાઉન્ટને ફટકાર લગાવી, કહ્યું - ‘તમે ઘૃણાસ્પદ છો, આ પત્રકારત્વ નથી’

By indian expressMay 21, 2026 at 5:54 PM4 views
સારા તેંડુલકરે પાપારાઝી એકાઉન્ટને ફટકાર લગાવી, કહ્યું - ‘તમે ઘૃણાસ્પદ છો, આ પત્રકારત્વ નથી’

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ફટકાર લગાવી: સારા તેંડુલકરે બોડી શેમિંગ કરતી વાંધાજનક કોમેન્ટ્સ માટે પાપારાઝી એકાઉન્ટને જાહેરમાં ફટકાર લગાવી.
  • વાયરલ રીલ: એક વાયરલ રીલમાં સારા અને તેની ભાભી સાનિયા ચંડોક વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી, જેનાથી આ વિવાદ શરૂ થયો.
  • ઇન્સ્ટાગ્રામ સ્ટોરી: સારાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરતા પાપારાઝીને "ઘૃણાસ્પદ" ગણાવ્યા અને કહ્યું કે "આ પત્રકારત્વ નથી.
  • પોસ્ટ ડિલીટ: વિવાદ વધતા પાપારાઝી એકાઉન્ટે વાંધાજનક પોસ્ટ ડિલીટ કરી દીધી, પરંતુ સારાની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ.
  • સમર્થન મળ્યું: સોશિયલ મીડિયા યુઝર્સે સારાને સમર્થન આપ્યું અને જાહેર જીવનમાં વ્યક્તિગત સીમાઓનું સન્માન કરવા પર ભાર મૂક્યો.

Sara Tendulkar : સોશિયલ મીડિયા પર એક રીલ વાયરલ થઈ હતી, જેમાં સારા તેંડુલકર અને સાનિયા ચંડોક વિશે અત્યંત વાંધાજનક કોમેન્ટ્સ કરવામાં આવી હતી. આ પોસ્ટ જોયા બાદ સારા તેંડુલકરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી હતી સારા તેંડુલકર અને સાનિયા ચંડોક વિશે અત્યંત વાંધાજનક કોમેન્ટ્સ કરવામાં આવી હતી Photograph: (Instagram/@saratendulkar) Sara Tendulkar: ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરે બોડી શેમિંગ કોમેન્ટ્સ માટે ફોટોગ્રાફર/પાપારાઝીને ફટકાર લગાવી હતી. સારા તેંડુલકરે પાપારાઝી પર વાંધાજનક કોમેન્ટ્સ કરવા અને બોડી શેમિંગનો આરોપ મૂક્યો હતો. પાપારાઝીની પોસ્ટમાં સારા તેંડુલકરની સાથે તેની ભાભી (અર્જુન તેંડુલકરની પત્ની સાનિયા)નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

More To Read