‘તેઓ ઇચ્છે છે કે હું કુસ્તી છોડીને ઘરે બેસું’, વીનેશ ફોગાટે બ્રિજભૂષણ પર લગાવ્યો આરોપ
By BBC GujaratiMay 12, 2026 at 12:00 AM3 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- કુસ્તીબાજ વીનેશ ફોગાટ ગત સોમવારે ઉત્તર પ્રદેશના ગોંડા પહોંચ્યાં હતાં અને ભારતીય કુસ્તી મહાસંઘ (ડબલ્યૂએફઆઇ)ના અધિકારીઓ સાથે ત્યાં યોજાનારી નૅશનલ ઓપન રૅન્કિંગ ટુર્નામેન્ટમાં ભાગ લેવાની પરવાનગી માગી હતી
- અધિકારીઓ સાથે વાત કર્યાં પછી વીનેશ ફોગાટે કહ્યું હતું કે, તેમને 'શો કોઝ નોટિસ'નો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું, પણ વિનેશે તે માટે સમય માગવા છતાં, તેમને સમય અપાયો નહોતો
- રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (ભારતીય કુસ્તી મહાસંઘ)એ શનિવારે વિનેશ ફોગાટને કારણ-દર્શક નોટિસ ફટકારીને તેમના પર ગેરશિસ્ત તથા ઍન્ટિ-ડોપિંગ નિયમોનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો હતો
- સોમવારે ફોગાટે એવો આક્ષેપ કર્યો હતો કે, 'તેઓ આ બધું એટલા માટે કરી રહ્યા છે, કે જેથી હું થાકી-હારીને કહું કે, મારે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવી છે
- ડબલ્યૂએફઆઇના પ્રમુખ સંજયસિંહે કહ્યું હતું કે, ફોગાટ તેમને મળ્યાં હતાં, પણ જ્યાં સુધી તેઓ કારણ-દર્શક નોટિસનો જવાબ નહીં આપે, ત્યાં સુધી તેઓ કોઈપણ સ્થાનિક ટુર્નામેન્ટમાં ભાગ નહીં લઈ શકે
કુસ્તીબાજ વીનેશ ફોગાટ ગત સોમવારે ઉત્તર પ્રદેશના ગોંડા પહોંચ્યાં હતાં અને ભારતીય કુસ્તી મહાસંઘ (ડબલ્યૂએફઆઇ)ના અધિકારીઓ સાથે ત્યાં યોજાનારી નૅશનલ ઓપન રૅન્કિંગ ટુર્નામેન્ટમાં ભાગ લેવાની પરવાનગી માગી હતી. અધિકારીઓ સાથે વાત કર્યાં પછી વીનેશ ફોગાટે કહ્યું હતું કે, તેમને 'શો કોઝ નોટિસ'નો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું, પણ વિનેશે તે માટે સમય માગવા છતાં, તેમને સમય અપાયો નહોતો. રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (ભારતીય કુસ્તી મહાસંઘ)એ શનિવારે વિનેશ ફોગાટને કારણ-દર્શક નોટિસ ફટકારીને તેમના પર ગેરશિસ્ત તથા ઍન્ટિ-ડોપિંગ નિયમોનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. સોમવારે ફોગાટે એવો આક્ષેપ કર્યો હતો કે, 'તેઓ આ બધું એટલા માટે કરી રહ્યા છે, કે જેથી હું થાકી-હારીને કહું કે, મારે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવી છે.
Was this story interesting?





