‘હું એ 6 પીડિતાઓમાં સામેલ જેમનું યૌન શોષણ થયું હતું’, વીનેશ ફોગાટે બ્રિજભૂષણસિંહ પર કયા આરોપ લગાવ્યા?
By BBC GujaratiMay 3, 2026 at 12:00 AM3 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ભારતીય મહિલા કુસ્તીબાજ વીનેશ ફોગાટે રવિવારે સોશિયલ મીડિયા પર ભારતીય કુસ્તી સંઘ (ડબલ્યુએફઆઈ) દ્વારા આયોજિત એક રૅન્કિંગ ટુર્નામેન્ટમાં સામેલ થવા પર પોતાની સુરક્ષાને લઈને ઘણી આશંકાઓ વ્યક્ત કરી છે
- આ સાથે તેમણે એ પણ ખુલાસો કર્યો કે 'તેઓ એ છ મહિલા પીડિતાઓ પૈકીનાં એક છે' જેમણે ડબલ્યુએફઆઈના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહ સામે 'યૌન શોષણ'ની ફરિયાદ નોંધાવી હતી
- વીનેશ ફોગાટે જણાવ્યું હતું કે ડબલ્યુએફઆઈએ રૅન્કિંગ ટુર્નામેન્ટના આયોજનની જાહેરાત કરી છે જે બ્રિજભૂષણ શરણસિંહના વિસ્તાર ગોંડામાં યોજાઈ રહી છે
- વીનેશે પોતાની સલામતી તેમજ આ ટુર્નામેન્ટની નિષ્પક્ષતા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે
- ડબલ્યુએફઆઈના પ્રમુખ સંજયસિંહે અંગ્રેજી અખબારધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યુંહતું કે તેઓ તેમની સુરક્ષાની "વ્યક્તિગત રીતે ગૅરંટી" આપશે
ભારતીય મહિલા કુસ્તીબાજ વીનેશ ફોગાટે રવિવારે સોશિયલ મીડિયા પર ભારતીય કુસ્તી સંઘ (ડબલ્યુએફઆઈ) દ્વારા આયોજિત એક રૅન્કિંગ ટુર્નામેન્ટમાં સામેલ થવા પર પોતાની સુરક્ષાને લઈને ઘણી આશંકાઓ વ્યક્ત કરી છે. આ સાથે તેમણે એ પણ ખુલાસો કર્યો કે 'તેઓ એ છ મહિલા પીડિતાઓ પૈકીનાં એક છે' જેમણે ડબલ્યુએફઆઈના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહ સામે 'યૌન શોષણ'ની ફરિયાદ નોંધાવી હતી. વીનેશ ફોગાટે જણાવ્યું હતું કે ડબલ્યુએફઆઈએ રૅન્કિંગ ટુર્નામેન્ટના આયોજનની જાહેરાત કરી છે જે બ્રિજભૂષણ શરણસિંહના વિસ્તાર ગોંડામાં યોજાઈ રહી છે. વીનેશે પોતાની સલામતી તેમજ આ ટુર્નામેન્ટની નિષ્પક્ષતા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
Was this story interesting?





