ગુજરાત : અમદાવાદમાં જે કૉમનવેલ્થ ગેમ્સ રમાશે એનું ભવિષ્ય અંધકારમય કેમ છે?
By BBC GujaratiMay 23, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- કોમનવેલ્થ ગેમ્સના ભવિષ્ય પર હાલ પ્રશ્નાર્થ ઊભો થયો છે, ખાસ કરીને 2026ની રમતોના આયોજનને લઈને.
- ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યે વધતા જતા ખર્ચને કારણે જુલાઈ 2023માં યજમાનીમાંથી પીછેહઠ કરી, જે અગાઉ દક્ષિણ આફ્રિકાના ડરબન દ્વારા પણ જોવા મળ્યું હતું.
- આ સંકટમાંથી બહાર આવવા સ્કૉટલૅન્ડના ગ્લાસગો શહેરે 2026ની રમતોનું આયોજન કરવાની જવાબદારી સ્વીકારી છે.
- ગ્લાસગો એક નવો, વધુ પોષણક્ષમ મોડેલ અપનાવી રહ્યું છે, જેમાં રમતોની સંખ્યા ઘટાડવામાં આવી છે (19 થી 10 રમતો અને 6 પૅરા-સ્પોર્ટ્સ) અને હાલની માળખાકીય સુવિધાઓનો ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી ખર્ચ ઓછો રહે અને જાહેર ભંડોળનો ઉપયોગ ટાળી શકાય.
- આ ઘટનાક્રમ 21મી સદીમાં કોમનવેલ્થ ગેમ્સની સુસંગતતા અને નાણાકીય વ્યવહારિકતા અંગે ગંભીર સવાલો ઉભા કરે છે.
છેલ્લાં 12 વર્ષમાં બીજી વાર સ્કૉટલૅન્ડના ગ્લાસગો શહેરમાં કૉમનવેલ્થ ગેમ્સ યોજાવા જઈ રહી છે, પરંતુ એક સમયે તેના આયોજન માટે પ્રશ્ન ઊભા થયા હતા. હકીકતમાં, 2026ની કૉમનવેલ્થ ગેમ્સના આયોજનની દાવેદારી કે બિડ પહેલાં ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યએ પ્રાપ્ત કરી હતી. પરંતુ આ રમતોના આયોજનના વધતા જતા ખર્ચના લીધે પછીથી તે તેમાંથી ખસી ગયું અને કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનો ઇન્કાર કરી દીધો. ત્યાર પછી ગ્લાસગો શહેરે રમતોનું આયોજન કરવાની તૈયારી બતાવી, ત્યારે કૉમનવેલ્થ આયોજન સમિતિએ રાહતનો શ્વાસ લીધો, પરંતુ વિક્ટોરિયા દ્વારા આયોજનનો ઇન્કાર કરાયા પછી મીડિયામાં એ વાતની જોરશોરથી ચર્ચાઓ થવા લાગી હતી કે શું એકવીસમી સદીમાં કૉમનવેલ્થ ગેમ્સનું મહત્ત્વ જળવાઈ રહ્યું છે ખરું?
Was this story interesting?





