શ્રેયસ ઐય્યર 146 મેચ બાદ IPL કરિયરની પ્રથમ સદી ફટકારી; સેહવાગ, કોહલી અને સંજુ સેમસનની યાદીમાં સામેલ

By indian express
શ્રેયસ ઐય્યર 146 મેચ બાદ IPL કરિયરની પ્રથમ સદી ફટકારી; સેહવાગ, કોહલી અને સંજુ સેમસનની યાદીમાં સામેલ

Photo: indian express

Shreyas Iyer : શ્રૈયસ અય્યર, પંજાબ કિંગ્સ ટીમનો કેપ્ટન છેય Photograph: (Shreyas Iyer Insta) Shreyas Iyer Centuries IPL 2026: પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐય્યરે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની IPL 2026ની 68મી મેચમાં કેપ્ટન્સી ઇનિંગ્સમાં અણનમ 101 રન બનાવ્યા હતા અને તેની ટીમને 7 વિકેટથી જીત અપાવી હતી. શ્રેયસ ઐયરે જીત માટે આ સદી ફટકારી હતી અને તે પંજાબ કિંગ્સ તરફથી આઇપીએલમાં ચેઝ કરતી વખતે સદી ફટકારનારો પ્રથમ કેપ્ટન પણ બન્યો હતો. આટલું જ નહીં, આ સદી ચેઝ કરીને શ્રેયસે પણ વિરેન્દ્ર સહેવાગ, વિરાટ કોહલી અને સંજુ સેમસન જેવા દિગ્ગજ ખેલાડીઓની આ ખાસ યાદીમાં સ્થાન મેળવ્યું હતુ. શ્રેયસ ઐયરે લખનઉ સામે 51 બોલમાં સદી પુરી કરી હતી અને આ દરમિયાન તેણે 5 છગ્ગા અને 11 ચોગ્ગા ફટકાર્યા હતા અને 101 રનમાં અણનમ રહ્યા હતા.