13 કરોડ ભારતીયોને મોટો ફટકો! હવે મફતમાં ટીવી જોવાનો જમાનો જશે? જાણો શું છે TRAI નો નવો પ્લાન

By AbpApril 11, 2026
13 કરોડ ભારતીયોને મોટો ફટકો! હવે મફતમાં ટીવી જોવાનો જમાનો જશે? જાણો શું છે TRAI નો નવો પ્લાન

Photo: Abp

AI Key Highlights
  • TRAI સ્માર્ટ ટીવી એપ્સ પર DTH જેવા કડક નિયમો લાગુ કરવાનું વિચારી રહી છે, જેનાથી 13 કરોડથી વધુ ભારતીયોને મફત ટીવી જોવાની સુવિધા ગુમાવવી પડી શકે છે.

જો તમે પણ ઘરમાં DTH કે કેબલ કનેક્શન વિના સ્માર્ટ ટીવી પર ઈન્ટરનેટની મદદથી મફતમાં ટીવી ચેનલો જોવાની મજા માણી રહ્યા છો, તો તમારા માટે એક માઠા સમાચાર છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) હવે સ્માર્ટ ટીવી એપ્લિકેશન્સ પર પણ ડીટીએચ (DTH) અને કેબલ ટીવી જેવા જ કડક નિયમો લાગુ કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. આગામી 4 મે, 2026 ના રોજ આ અંગે અંતિમ નિર્ણય લેવાઈ શકે છે. જો આમ થશે, તો દેશના 13 કરોડથી વધુ લોકોને મોટો ફટકો પડશે અને અત્યાર સુધી સ્માર્ટ ટીવી પર ફ્રીમાં મળતી 150 થી વધુ ચેનલો માટે લોકોએ ખિસ્સા ઢીલા કરવા પડી શકે છે.

More To Read