હવે અચાનક વરસાદ આવે કે હીટવેવ, પ્રકૃતિના પ્રકોપની પહેલા જ મળી જશે માહિતી, બસ ફોનમાં આ સેટિંગ કરો ઓન
By AbpApril 25, 2026 at 7:38 AM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- જાણો: IMD એ 'Mausam IMD' એપ લોન્ચ કરી છે જે હવામાનની સચોટ અને રિયલ-ટાઇમ માહિતી પૂરી પાડે છે.
- મેળવો: આ એપ તમારા લોકેશનના આધારે વરસાદ, વાવાઝોડું કે લૂ જેવી પરિસ્થિતિઓની સીધી જાણકારી ફોન પર મોકલે છે.
- આયોજન કરો: 'Mausam IMD' એપ 'ફીલ્સ લાઈક' તાપમાન અને આગામી દિવસોના હવામાનનું અનુમાન પણ આપે છે, જેથી તમે તમારી યોજના બનાવી શકો.
- સુરક્ષિત રહો: એપની એલર્ટ સિસ્ટમ તમારા વિસ્તાર માટે કોઈ ચેતવણી જાહેર થતાં જ તુરંત નોટિફિકેશન મોકલીને તમને સુરક્ષિત રહેવામાં મદદ કરે છે.
- ડાઉનલોડ કરો: એન્ડ્રોઇડ અને આઇફોન યુઝર્સ Google Play Store અને Apple App Store પરથી 'Mausam IMD' ડાઉનલોડ કરીને હવામાન એલર્ટ ચાલુ કરી શકે છે.
Weather Alert Apps:દેશના અનેક ભાગોમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. ક્યાંક કાળઝાળ ગરમી અને લૂનો પ્રકોપ છે, તો ક્યાંક અચાનક ભારે વરસાદ લોકોની મુશ્કેલી વધારી રહ્યો છે. આવી અનિશ્ચિત પરિસ્થિતિઓમાં સમયસર સાચી માહિતી મળવી ખૂબ જ જરૂરી બની જાય છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને India Meteorological Department (IMD) એ પોતાની સત્તાવાર હવામાન એપ તૈયાર કરી છે, જે લોકોને રિયલ-ટાઈમ અપડેટ આપવામાં મદદ કરે છે.
Was this story interesting?

.webp)



