13 કરોડ ભારતીયોને મોટો ફટકો! હવે મફતમાં ટીવી જોવાનો જમાનો જશે? જાણો શું છે TRAI નો નવો પ્લાન
By AbpApril 11, 2026 at 11:30 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- TRAI સ્માર્ટ ટીવી એપ્સ પર DTH જેવા કડક નિયમો લાગુ કરવાનું વિચારી રહી છે, જેનાથી 13 કરોડથી વધુ ભારતીયોને મફત ટીવી જોવાની સુવિધા ગુમાવવી પડી શકે છે.
- 4 મે, 2026 સુધીમાં TRAI નો અંતિમ નિર્ણય આવી શકે છે, જે સ્માર્ટ ટીવી પર મફત મળતી 150 થી વધુ ચેનલોને પેઇડ બનાવી શકે છે.
- ભેદભાવ દૂર કરવા માટે DTH અને કેબલ ઓપરેટરો પર લાગુ પડતા નિયમો હવે સ્માર્ટ ટીવીની લાઈવ એપ્લિકેશનોને પણ લાગુ પડશે.
- જો નવો નિયમ અમલમાં આવશે, તો અત્યાર સુધી મફતમાં ઉપલબ્ધ ચેનલો જોવા માટે યુઝર્સે પૈસા ચૂકવવા પડશે.
- જે યુઝર્સ સ્માર્ટ ટીવીનો ઉપયોગ ફક્ત Netflix, Amazon Prime Video કે YouTube જેવા OTT પ્લેટફોર્મ માટે કરે છે, તેમને આ નિર્ણયની કોઈ અસર નહીં થાય.
જો તમે પણ ઘરમાં DTH કે કેબલ કનેક્શન વિના સ્માર્ટ ટીવી પર ઈન્ટરનેટની મદદથી મફતમાં ટીવી ચેનલો જોવાની મજા માણી રહ્યા છો, તો તમારા માટે એક માઠા સમાચાર છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) હવે સ્માર્ટ ટીવી એપ્લિકેશન્સ પર પણ ડીટીએચ (DTH) અને કેબલ ટીવી જેવા જ કડક નિયમો લાગુ કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. આગામી 4 મે, 2026 ના રોજ આ અંગે અંતિમ નિર્ણય લેવાઈ શકે છે. જો આમ થશે, તો દેશના 13 કરોડથી વધુ લોકોને મોટો ફટકો પડશે અને અત્યાર સુધી સ્માર્ટ ટીવી પર ફ્રીમાં મળતી 150 થી વધુ ચેનલો માટે લોકોએ ખિસ્સા ઢીલા કરવા પડી શકે છે.
Was this story interesting?

.webp)



